23 C
Rajkot
Monday, January 10, 2022

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ : રહાણેએ રણનીતિ ઘડી, અને કહી આ મહત્વની વાત જાણો શું કહ્યું તેણે.

Must Read
spot_img

ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેનું માનવું છે કે જે બેટ્સમેનને પડકારો ગમે છે તેને ઈંગ્લેન્ડની અનિશ્ચિત પરિસ્થિતિમાં રમવાની મજા આવશે. રહાણેએ કહ્યું કે આ પરિસ્થિતિઓમાં સફળતા મેળવવા માટે સ્ટ્રેટ બેટિંગ અને શરીરની નજીક રમવું નિર્ણાયક રહેશે. રહાણેએ BCCI.TV ને કહ્યું કે  “પડકારજનક પરિસ્થિતિઓમાં બેટિંગ કરવાનું પસંદ કરનારા બેટ્સમેનોને ઈંગ્લેન્ડમાં રમવાની મજા આવશે.” જો તમે ક્રીઝ પર સ્થિર થાઓ તો ઇંગ્લેન્ડ બેટિંગ કરવા માટે ખૂબ સારી જગ્યા છે. એક બેટ્સમેન તરીકે મને લાગ્યું છે કે તમે ઈંગ્લેન્ડમાં જેટલું સીધું અને નજીકથી રમો છો તેટલું તમારા માટે સારું રહેશે. ‘

18 જૂનથી શરુ થઈ રહેલી ન્યૂઝીલેન્ડ સામેની શરુઆતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ અગાઉ તેણે કહ્યું હતું કે, “એક બેટ્સમેન તરીકે મને લાગે છે કે, તમે 70 ના સ્કોર પર બેટિંગ કરી રહ્યા  કે હોવ કે 80 રને, તમે ક્યારેય ક્રિઝ પર સ્થીર નહિ રહી શકો કારણ કે એક બોલ પર આઉટ થવાનો મોકો બનતો રહે છે.  33 વર્ષીય મિડલ ઓર્ડર બેટ્સમેને કહ્યું કે, ભારત છેલ્લા બે વર્ષમાં નિરંતર પ્રદર્શનને ધ્યાનમાં રાખતા તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશવાને લાયક છે. રહાણેએ કહ્યું કે, “અમે એક ટીમ તરીકે બે વર્ષ સુધી સતત સારું ક્રિકેટ રમ્યા હતા જેના પરિણામે અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચ્યા હતા.” તે સરળ નહોતું કારણ કે ટેસ્ટ ક્રિકેટમાં તમારે દરેક મેચમાં તમારું શ્રેષ્ઠ આપવું પડશે. “વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆતથી અત્યાર સુધી ટીમે એકજૂથ થઈને પ્રદર્શન કર્યું છે. ‘

રહાણેએ કહ્યું કે,”હા, આ એક મહત્વપૂર્ણ મેચ છે પરંતુ એક ટીમ તરીકે અમે તેને અન્ય મેચની જેમ લઈશું,” અમને અમારી જાતને તૈયાર કરવા માટે અહીં થોડો સારો સમય મળ્યો. વ્યક્તિગત રીતે હું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. અમે આ મેચમાં શ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયાસ કરીશું, પછી ભલે તેનું પરિણામ ગમે તે હોય. ‘

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

રોજગાર: સમગ્ર દેશ માટે સારા સમાચાર! 9 સેક્ટરમાં રોજગારી વધી, આ છે સરકારી આંકડા.

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન બે લાખ લોકોને નોકરી મળી છે. કેન્દ્રીય...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img