30 C
Rajkot
Thursday, August 5, 2021

હવે એક જ નંબરથી ચાલશે 4 ડિવાઈઝમાં વોટ્સઅપ,જાણો કઈ રીતે ?

Must Read
spot_img

ગયા વર્ષથી વોટ્સએપના મલ્ટિડિવાઇઝ સપોર્ટના અહેવાલો આવી રહ્યા છે પરંતુ હવે લાગે છે કે કંપની જલ્દીથી તેનું અપડેટ રિલીઝ કરશે.થોડા દિવસો પહેલા એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે વોટ્સએપના મલ્ટી-ડિવાઈઝ સપોર્ટ ફિચરના બીટા વર્ઝન પર હાલમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને હવે એક નવા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે મલ્ટી-ડિવાઈઝ સપોર્ટનું બીટા વર્ઝન ટૂંક સમયમાં જ રિલીઝ થશે

વોટ્સએપ ટ્રેકિંગ સાઇટએ તેની પુષ્ટિ કરી છે,જો કે હજી સુધી તે કહેવામાં આવ્યું નથી કે યુઝર્સ આ બીટા પરીક્ષણમાં કેવી રીતે ભાગ લઈ શકશે. હાલમાં, સાર્વજનિક બીટા વર્ઝન ફક્ત થોડા યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. આઇઓએસ સિવાય એન્ડ્રોઇડ યુઝર્સ પણ આ બીટા પરીક્ષણમાં ભાગ લઈ શકશે.

વોટ્સએપના મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ સાથે, હવે ડેસ્કટોપ પર વોટ્સએપનો ઉપયોગ કરવા માટે ફોનને ઇન્ટરનેટથી કનેક્ટેડ રાખવાની જરૂર રહેશે નહીં. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાર વધારાના ડિવાઇસ એક વોટ્સએપ એકાઉન્ટ સાથે જોડી શકાશે,એટલે કે,તમે ફોન સાથે અન્ય ચાર ડિવાઇસીસ પર એક જ નંબરમાંથી વોટ્સએપનો ઉપયોગ કરી શકશો.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ફક્ત તે લોકો જ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે જેના ફોનનું વોટ્સએપ અપડેટ હશે. આવી સ્થિતિમાં,મલ્ટિ-ડિવાઇસ એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે, તમારા ફોનની એપ્લિકેશન તેમજ ડેસ્કટોપ વર્ઝન અપડેટ કરવું જરૂરી છે.જ્યાં સુધી સુરક્ષાની વાત છે ત્યાં સુધી,તમને મલ્ટિ ડિવાઇસ સપોર્ટ સાથે પણ એંડ ટુ એંડ એન્ક્રિપ્શન મળશે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

બ્રિટને ભારતના મુસાફરોને, ‘લાલ’ સૂચિમાંથી હટાવ્યા,તેથી હવે 10 દિવસ સુધી હોટલોમાં અલગ નહીં રહેવુ પડે!

ભારતમાંથી સંપૂર્ણપણે વેક્સીનેટ થયેલ પ્રવાસીઓને હવે બ્રિટનમાં 10 દિવસ હોટેલમાં ક્વોરેન્ટાઇન રેહવાની જરૂર નથી. આ જ કારણ છે કે...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img