24.6 C
Rajkot
Saturday, September 18, 2021

અંબાજી મંદિરમાં સેવા આપતા ત્રણ સ્વ. કર્મચારીઓના આશ્રિતોને કલેકટર આનંદ પટેલના હસ્તે રૂ. ૮-૮ લાખની સહાયના ચેક અપાયા

Must Read
spot_img

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીમાં ફરજ બજાવતા સ્વ. છગનલાલ એસ. સરગરા, સ્વ. ચંદનસિંહ ચૌહાણ અને સ્વ. સોમાજી વી. ઠાકોરનું ચાલુ ફરજ દરમ્યાન તાજેતરમાં દુઃખદ અવસાન થતાં તેમના આશ્રિતોને બનાસકાંઠા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલના હસ્તે પ્રત્યેકને રૂ. ૮-૮ લેખે કુલ રૂ. ૨૪ લાખના સહાયના ચેક આપવામાં આવ્યાં હતાં. કલેકટર આનંદ પટેલે અંબાજી મંદિરમાં ફરજ બજાવતા અવસાન પામેલ કર્મચારીઓ પ્રત્યે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, સ્વજનનોની ખોટને ક્યારેય પુરી શકાતી નથી, પરંતું મંદિર ટ્રસ્ટ દ્વારા તેમના આશ્રિતોને આર્થિક રીતે મદદરૂપ બનવા સહાયરૂપે રૂ. ૮-૮ લાખની રકમ ચુકવવામાં આવી છે.

ચેક અર્પણ વેળાએ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટરશ્રી એસ. જે. ચાવડા, સ્વર્ગસ્થ કર્મચારીઓના આશ્રિતો/કુંટુંબીજનો તથા એસ્ટેટ ઓફિસર એચ.એન.મોદી, હિસાબી અધિકારી સવજીભાઇ સી. પ્રજાપતિ અને ડેપ્યુટી ઇજનેર ગિરીશભાઇ એલ.પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

આ ગણેશ ચતુર્થી પર, ગણપતિ બાપ્પાને સાબુદાણાના મોદક ધરાવો. જાણો તેની રેસીપી.

રોજ ભક્તો ઘરે બિરાજમાન બાપ્પાને અવનવો થાળ ધરાવે છે. જો તમે પણ આ પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશને...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img