24.6 C
Rajkot
Saturday, September 18, 2021

બ્રિટને ભારતના મુસાફરોને, ‘લાલ’ સૂચિમાંથી હટાવ્યા,તેથી હવે 10 દિવસ સુધી હોટલોમાં અલગ નહીં રહેવુ પડે!

Must Read
spot_img

ભારતમાંથી સંપૂર્ણપણે વેક્સીનેટ થયેલ પ્રવાસીઓને હવે બ્રિટનમાં 10 દિવસ હોટેલમાં ક્વોરેન્ટાઇન રેહવાની જરૂર નથી. આ જ કારણ છે કે હવે યુકેએ ભારતને તેની ‘લાલ’ સુચીમાંથી પણ દૂર કરી દીધું છે. ભારતને હવે ‘અંબર’ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે બ્રિટનની ટ્રાફિક લાઇટ સિસ્ટમ હેઠળ સૂચિબદ્ધ એવા દેશોમાંથી પાછા ફરવાનો અર્થ એ છે, કે હવે માત્ર 10 દિવસ હોમ ક્વોરેન્ટાઇન રેહવું પડશે.

પરિવહન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ફેરફારો રવિવારે સ્થાનિક સમય મુજબ સવારે 4 વાગ્યાથી અમલમાં આવવાના છે. યુકે ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ ટ્વિટ કર્યું:કે “યુએઈ,કતાર,ભારત અને બહેરિનને લાલ સુચીમાંથી અંબર સુચીમાં ખસેડવામાં આવશે. તમામ ફેરફારો 8 ઓગસ્ટના રોજ સવારે 4 વાગ્યાથી લાગુ થશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે અમારો સાવધાન અભિગમ ચાલુ રાખીશું, ત્યારે કુટુંબ,મિત્રો અને વ્યવસાયો સાથે જોડાવા માંગતા લોકો માટે વિશ્વભરમાં વધુ સ્થળો ખુલશે એ ખૂબ જ સારા સમાચાર છે, જેનો તમામ શ્રેય અમારા રસીકરણ અભિયાનને જાય છે.

આ નિર્ણય યુકેમાં ભારતીય પ્રવાસીઓ માટે રાહત તરીકે આવ્યો છે, જેઓ ભારત અને યુકે વચ્ચે મુસાફરીના નિયમો હળવા થવાની રાહ જોઈ રહ્યા હતા. અંબર લિસ્ટેડ દેશો માટે કાનૂની નિયમો હેઠળ, મુસાફરોએ જવાના ત્રણ દિવસ પહેલા કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી બે કોવિડ ટેસ્ટ માટે અગાઉથી બુકિંગ કરાવવું તેમજ આગમન પર પેસેન્જર લોકેટર ફોર્મ ભરવાનું થશે.

ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી, મુસાફરોને ઘરે અથવા એવી જગ્યાએ અલગ રહેવું પડશે કે જ્યાં તેઓ 10 દિવસ સુધી રહી શકે અને બીજા દિવસ અથવા પહેલા કે તો આઠમા દિવસ અથવા તે પછી યાત્રીનો COVID-19 ટેસ્ટ કરાવાશે.

18 વર્ષથી ઓછી ઉંમરના અને યુકેમાં સંપૂર્ણપણે વેક્સીનેટ થયેલા લોકોને હોમ ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવશે, તેમજ જેમને EU અને US માં COVID રસીના બે ડોઝ અપાયા છે. ચાર દેશોને લાલ સુચીમાં રાખવામાં આવશે. તેમાં મેક્સિકો,જ્યોર્જિયા,લારીયુનિયન અને મેયોટનો સમાવેશ થાય છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

આ ગણેશ ચતુર્થી પર, ગણપતિ બાપ્પાને સાબુદાણાના મોદક ધરાવો. જાણો તેની રેસીપી.

રોજ ભક્તો ઘરે બિરાજમાન બાપ્પાને અવનવો થાળ ધરાવે છે. જો તમે પણ આ પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશને...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img