24.6 C
Rajkot
Saturday, September 18, 2021

તો આ શહેરમાં હવે મોલમાં વેચાશે દારૂ, દુકાનની અંદર જઈ મનપસંદ દારૂની બ્રાન્ડ લઇ શકાશે.

Must Read
spot_img

જો તમે દિલ્હીમાં રહો છો, તો હવે તમે મોલમાં શોપિંગની સાથે સાથે દારૂ પણ ખરીદી શકશો. કેજરીવાલ સરકારે નવી એક્સાઇઝ પોલિસી 2021-22 જારી કરી છે, જેમાં દરેક ગ્રાહક દુકાનમાં પ્રવેશી શકે છે અને દુકાનની અંદર તેમની પસંદગીની દારૂની બ્રાન્ડ પસંદ કરી શકે છે. ગ્રાહકોને દુકાનની બહાર અથવા ફૂટપાથ પર ભીડ કરવાની અને કાઉન્ટર પરથી ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દુકાન પરિસરની અંદર જ દારૂ ખરીદવાની આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. સ્થાનિક અને વિદેશી દારૂની છૂટક દુકાનો (એલ-7વી) કોઈપણ માર્કેટ મોલ, સ્થાનિક શોપિંગ કોમ્પ્લેક્સમાં ક્યાંય પણ ખોલી શકાશે.

જાણો ક્યાં ક્યાં ફેરફાર થશે.

અત્યાર સુધી સ્થળમાલિકે બેંકવેટ હૉલ, ફાર્મહાઉસ, મોટેલ્સ, પાર્ટી સ્થળોએ જ્યારે લગ્ન, પાર્ટી જેવા કાર્યક્રમ યોજાય ત્યારે દારૂ પીરસવા માટે કામચલાઉ લાઇસન્સ મેળવવું પડતું હતું. હવે, નવા એલ-38 લાઇસન્સ મારફતે વાર્ષિક ફી ચૂકવવામાં આવે પછી અહીં યોજાયેલી પાર્ટીઓમાં ઘરેલું અને વિદેશી દારૂ પીરસી શકશે. કોઈ કામચલાઉ લાઇસન્સની જરૂર રહેશે નહીં.

  • હોટેલ, રેસ્ટોરાં અને ક્લબમાં બાર મોડી રાત્રે 3 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં એવા લાઇસન્સધારકોનો સમાવેશ થતો નથી જેમને 24 કલાક દારૂના વેચાણ માટે લાઇસન્સ આપવામાં આવ્યું છે.
  • દુકાનોમાં એરકન્ડિશન્ડ, કાચના દરવાજા અને યોગ્ય લાઇટિંગ વ્યવસ્થા હોવી જોઈએ. તમામ દુકાનોની અંદર અને બહાર સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ અને દુકાનદારે ઓછામાં ઓછું 1 મહિનાનું કેમેરા રેકોર્ડિંગ રાખવું પડશે.
  • બિયર બનાવવાના નાના એકમોમાંથી ગ્રાહકો બોટલો અથવા ગ્રોવલમાં ડ્રાટ બિયર લઈ શકશે. જો કે, જ્યાં ડ્રાટ બિયર ટેક અવેની જેમ પીરસવામાં આવે, ત્યાં આ બિયરની ટૂંકી શેલ્ફ લાઇફ વિશે માહિતી અને સાઇનેજ આપવું પડશે. અને એક્સપાયરી ડેટને બોટલો પર સ્પષ્ટ રીતે ચિહ્નિત કરવી પડશે.
spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

આ ગણેશ ચતુર્થી પર, ગણપતિ બાપ્પાને સાબુદાણાના મોદક ધરાવો. જાણો તેની રેસીપી.

રોજ ભક્તો ઘરે બિરાજમાન બાપ્પાને અવનવો થાળ ધરાવે છે. જો તમે પણ આ પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશને...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img