16.3 C
Rajkot
Thursday, January 13, 2022

રિપોર્ટમાં ખુલાસો: આ મહિને ત્રીજી કોરોના લહેર આવી શકે છે, ઓક્ટોબરમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે : નિષ્ણાત

Must Read
spot_img

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આ મહિનાથી ત્રાટકે તેવી શક્યતા છે. નિષ્ણાતોએ કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટ મહિનામાં આવી શકે છે, જે દરરોજ એક લાખ કોરોના કેસ બહાર લાવશે તેવી શક્યતા સેવાઇ રહી છે. હાલ દેશમાં દરરોજ 40,000થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. 550થી વધુ લોકો મૃત્યુ પામી રહ્યા છે, જ્યારે 39,000 લોકો રવિવારે કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા હતા. નિષ્ણાતોના મતે ઓગસ્ટમાં શરૂ થનારી ત્રીજી લહેર ઓક્ટોબરમાં તેની ટોચ પર પહોંચી શકે છે. બીજી લહેરમાં નબળી આરોગ્ય પ્રણાલીને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને ઓક્સિજન, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ અગાઉથી ઉપલબ્ધ રાખવા નિર્દેશ આપ્યો છે.

જોકે કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર કરતાં વધુ ખતરનાક નહીં હોય, પરંતુ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે બીજી લહેરમાં દેશમાં દરરોજ 4 લાખ નવા કેસ જોવા મળ્યા હતા, પરંતુ હવે તેનું આવું ડરામણું ચિત્ર દેખાશે નહીં. કોરોનાની સ્થિતિ અંગે અનુમાન લગાવતા નિષ્ણાતોનું મૂલ્યાંકન ગાણિતિક મોડેલ પર આધારિત હતું. મે મહિનામાં આઈઆઈટી હૈદરાબાદના પ્રો.વિદ્યાસાગરે કહ્યું હતું કે ગાણિતિક મોડેલોના આધારે આગામી દિવસોમાં ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ટોચ પર પહોંચી શકે છે.

કેરળ અને મહારાષ્ટ્રમાં વધતા કેસ

હૈદરાબાદ અને કાનપુર આઈઆઈટીના પ્રોફેસરોની આગેવાની હેઠળના સંશોધકોને ટાંકીને એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ના કેસોમાં વધારો કોરોનો વાયરસના રોગચાળાની ત્રીજી લહેર તરફ દોરી જશે. તેમણે કહ્યું કે તે ઓક્ટોબરમાં તેની ટોચ પર પહોંચી શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કેરળ અને મહારાષ્ટ્રમાં જે રીતે કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે તે પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં કોરોનાના કેસ દરરોજ 20,000થી વધુ આવી રહ્યા છે. દરમિયાન મહારાષ્ટ્રમાં લગભગ 7,000 કેસ નોંધાઈ રહ્યા છે. બંને રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

10 રાજ્યોમાં કોરોનાનો વધતો પ્રકોપ.

મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા એક દિવસમાં પાંચ રાજ્યોમાંથી કોરોનાના 80.36 ટકા નવા કેસ નોંધાયા છે, જેમાંથી 49.3 ટકા કેસ એકલા કેરળના છે. કોરોનાથી મૃત્યુ થયેલ આંકડાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ગયા શનિવારે 225 દર્દીઓના મોત થયા હતા. કેરળમાં 80 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. હાલમાં જે 10 રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે તેમાં કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઓડિશા, આસામ, મિઝોરમ, મેઘાલય, આંધ્રપ્રદેશ અને મણિપુરનો સમાવેશ થાય છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

રોજગાર: સમગ્ર દેશ માટે સારા સમાચાર! 9 સેક્ટરમાં રોજગારી વધી, આ છે સરકારી આંકડા.

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન બે લાખ લોકોને નોકરી મળી છે. કેન્દ્રીય...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img