30 C
Rajkot
Thursday, August 5, 2021

ધરપકડથી બચવા રાજ કુંદ્રાએ મુંબઈ પોલીસને આપી 25 લાખ રૂપિયાની લાંચ,જાણો શું છે મામલો.

Must Read
spot_img

મળતી માહિતી મુજબ એન્ટી કરપ્શન બ્યુરો મહારાષ્ટ્રને યશ ઠાકુર તરફથી ચાર ઇમેઇલ મળ્યા હતા. આરોપ લગાવ્યો હતો કે શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાએ ધરપકડ ટાળવા માટે મુંબઈ પોલીસને 25 લાખ રૂપિયાની લાંચની ઓફર કરી હતી. આ વાત એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીએ એએનઆઈને જણાવી હતી. યશ ઠાકુર પાસેથી સમાન રકમ માંગવામાં આવી હતી જેથી તેની ધરપકડ ન થાય.

એન્ટી કરપ્શન બ્યુરોએ યશ ઠાકુરના આરોપોને વિચિત્ર ગણાવ્યા છે કારણ કે આ પ્રકારનો મેઇલ પણ મુંબઈ પોલીસને 30 એપ્રિલે મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ કુંદ્રા એડલ્ટ ફિલ્મ બનાવવા બદલ જેલમાં છે. અને તેને 23 જુલાઈ સુધી જેલમાં મોકલી દીધો હતો. રાજ કુંદ્રાને લઈને મામલામાં એક પછી એક ઘણા ખુલાસા થઇ રહ્યા છે, પૂનમ પાંડેએ પણ તેની પર જબરદસ્તી ફિલ્મનું શૂટિંગ કરવવાનો આરોપ લગાવ્યો છે.

રાજ કુન્દ્રા શિલ્પા શેટ્ટીના પતિ છે અને તે પણ સોશિયલ મીડિયા પર એકદમ સક્રિય રહે છે, તે ઘણીવાર તેની પત્ની શિલ્પા શેટ્ટી સાથે તસવીરો અને વીડિયો શેર કરે છે જે ઝડપથી વાયરલ થાય છે. શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં જ ફિલ્મ હંગામા 2 માં જોવા મળશે. તેમાં જાવેદ જાફરીના પુત્ર મિઝાન જાફરીની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા જોવા મળશે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ એડલ્ટ ફિલ્મ કેસમાં અનેક ખુલાસા થયા છે અને અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. રાજ કુન્દ્રાના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે રાજ કુન્દ્રાની ફિલ્મોમાં નગ્નતાનું પ્રમોશન કરવામાં આવતું નથી, જોકે તેમની ફિલ્મો અશ્લીલ છે. જણાવી દઈએ કે રાજ કુંદ્રા ઘણા વિવાદોમાં રહ્યો છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

બ્રિટને ભારતના મુસાફરોને, ‘લાલ’ સૂચિમાંથી હટાવ્યા,તેથી હવે 10 દિવસ સુધી હોટલોમાં અલગ નહીં રહેવુ પડે!

ભારતમાંથી સંપૂર્ણપણે વેક્સીનેટ થયેલ પ્રવાસીઓને હવે બ્રિટનમાં 10 દિવસ હોટેલમાં ક્વોરેન્ટાઇન રેહવાની જરૂર નથી. આ જ કારણ છે કે...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img