30 C
Rajkot
Thursday, August 5, 2021

કોરોના રસી માટે પાકિસ્તાને ફાઈઝર સાથે કરાર કર્યો, ફાઇઝર-બાયોએનટેકની રસીના 1.30 કરોડ ડોઝ પાકિસ્તાનને પ્રદાન કરશે.

Must Read
spot_img

રસીકરણ કાર્યક્રમ આગળ વધારવા માટે પાકિસ્તાને કોરોના રસી બનાવતી કંપની ફાઇઝર સાથે કરાર કર્યો છે. આ અંતર્ગત, કંપની પાકિસ્તાનને ફાઇઝર-બાયોએનટેકની BNT 162b2 રસીના 1.30 કરોડ ડોઝ પ્રદાન કરશે. રસીનો આ ડોઝ આ વર્ષે કંપની દ્વારા આપવામાં આવશે. ફાઈઝર અને પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે, ફાઇઝર અને બાયોએનટેકએ વિશ્વભરમાં સપ્લાય માટે ત્રણ અબજથી વધુ ડોઝનું ઉત્પાદન કરશે. પાકિસ્તાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 57 દેશોના લગભગ 600 રાજદ્વારીઓને વેક્સિન સપ્લિમેન્ટ્સ આપવામાં આવ્યા છે.

આ કરાર પર પ્રતિક્રિયા આપતા ફાઇઝર કંપનીના કંટ્રી મેનેજરે એક નિવેદનમાં કહ્યું કે તેમને ખુશી છે કે કંપનીને પાકિસ્તાન સરકાર સાથે કામ કરવાની તક મળી છે. ફાઈઝરની રસી પાકિસ્તાનમાં ચાલી રહેલા રસીકરણને નવી ગતિ આપશે અને કંપની તેને શક્ય તેટલી વહેલી તકે લોકોને પહોંચાડવા માટે પ્રયત્ન કરશે. તેમણે એમ પણ કહ્યું છે કે વૈશ્વિક આરોગ્ય સંકટ દરમિયાન કંપનીની પ્રાથમિકતા લોકોને બચાવવાની છે. આ માટે રસીની તીવ્ર જરૂર છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કંપનીની રસી આમ કરવામાં મદદરૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે કંપની પાસે મુશ્કેલ સમયમાં પાકિસ્તાનને મદદ કરવાની સંપૂર્ણ ક્ષમતા છે. કંપનીનો ઉદ્દેશ વિશ્વમાં વાયરસ પર વધુ અસરકારક દવા વહેલી તકે સપ્લાય કરવાનો છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

બ્રિટને ભારતના મુસાફરોને, ‘લાલ’ સૂચિમાંથી હટાવ્યા,તેથી હવે 10 દિવસ સુધી હોટલોમાં અલગ નહીં રહેવુ પડે!

ભારતમાંથી સંપૂર્ણપણે વેક્સીનેટ થયેલ પ્રવાસીઓને હવે બ્રિટનમાં 10 દિવસ હોટેલમાં ક્વોરેન્ટાઇન રેહવાની જરૂર નથી. આ જ કારણ છે કે...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img