23.2 C
Rajkot
Friday, January 14, 2022

ઓનલાઇન છેતરપિંડી: ટીવી સ્ટારે બોયફ્રેન્ડ માટે આઇફોનનો ઓર્ડર આપ્યો, બોક્સ ખોલતા જ નીકળ્યું કઈંક આવું કે ઉડી ગયા હોંશ.

Must Read
spot_img

ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા હોય છે, ઘણી એવી ખોટી સાઈટના માધ્યમથી લોકો ઓનલાઇન શોપિંગ કરતી વેળાએ છેતરાઈ જતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઈંગ્લેન્ડના બ્રેનટ્રી એસેક્સમાં રહેનારી 25 વર્ષીય મોડિના શૌકી રિયાલિટી ટીવી સ્ટાર છે. તેણે પોતાના બોયફ્રેન્ડને ગિફ્ટ આપવા માટે ઓનલાઇન શોપિંગ કરીને આઇફોન મંગાવ્યો હતો, પરંતુ તેની સાથે છેતરપિંડી થઇ હતી. નવા ફોનનું બોક્સ તેના ઘરે પહોંચ્યું, પરંતુ જ્યારે તેણે બોક્સ ખોલ્યું ત્યારે તે આશ્ચર્યમાં પડી ગઈ હતી. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર આ અહેવાલ આપ્યો છે. ખરીદ્યાના ત્રણ દિવસ બાદ ડિલિવરીનું નોટિફિકેશન મળ્યું હતું. શૌકી સ્ટોરમાંથી ફોનનું એક મોટું બોક્સ એકત્રિત કર્યું. જ્યારે તેણે બોક્સ ખોલ્યું ત્યારે તેને આશ્ચર્ય થયું. આ મોટા બોક્સની અંદર આઈફોનના બદલે એ-4 સાઇઝના કાગળની ખાલી શીટ જોવા મળી હતી.

ઓનલાઇન છેતરપિંડી થયાનું દુઃખ વ્યકત કરતા તેણે કહ્યું, “મને વિશ્વાસ નહોતો થતો, મારું દિલ તૂટી ગયું હતું. મારી સાથે અગાઉ ક્યારેય આવી છેતરપિંડી થઈ ન હતી. હું સંપૂર્ણપણે નિરાશ થઈ ગઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું મારા બોયફ્રેન્ડને નવો ફોન આપવા માંગતી હતી, પરંતુ મારું સરપ્રાઈઝ ખરાબ થઈ ગયું. બ્રેનટ્રીના એક પ્રવક્તાએ કહ્યું, “છેતરપિંડી એ મજાક નથી. આવા કિસ્સાઓ માત્ર ભાવનાત્મક તકલીફનું કારણ જ નથી હોતા પરંતુ નાણાકીય સંકટનું કારણ પણ બને છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

રોજગાર: સમગ્ર દેશ માટે સારા સમાચાર! 9 સેક્ટરમાં રોજગારી વધી, આ છે સરકારી આંકડા.

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન બે લાખ લોકોને નોકરી મળી છે. કેન્દ્રીય...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img