32 C
Rajkot
Thursday, August 5, 2021

2032 સુધીમાં 60,000 મેગાવોટ વીજળી ઉત્પન્નનું લક્ષ્યાંક,NTPC દ્વારા કચ્છમાં દેશનો સૌથી મોટો સોલાર પાર્ક બનાવવાનું લક્ષ્ય

Must Read
spot_img

દેશના સૌથી મોટા વીજ ઉત્પાદક એનટીપીસીએ આગામી 10 વર્ષમાં બિન-પરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાંથી 60,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે.આ માટે કંપની ગુજરાતના કચ્છમાં 4,750 મેગાવોટ સોલાર પાર્ક બનાવશે.કંપનીએ જણાવ્યું હતું કે તેની સહાયક કંપની એનટીપીસી નવીનીકરણીય ઉર્જા લિમિટેડ (એનટીપીસી આરઈએલ) ને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (એમએનઆરઇ) દ્વારા સૌથી મોટો પાવર પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.

તાજેતરમાં,ખાનગી ક્ષેત્રની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી હતી.આ એ પણ સંકેત આપી રહ્યું છે કે,આગામી દિવસોમાં ગુજરાત બિનપરંપરાગત ઉર્જાક્ષેત્રે સૌથી મોટા રાજ્ય તરીકે સ્થાપિત થશે.આ બે કંપનીઓ ઉપરાંત અદાણી ગ્રૂપ પણ ગુજરાતમાં તેની સૌર પ્લાન્ટની ક્ષમતામાં ઝડપથી વધારો કરી રહી છે.રિલાયન્સની જેમ,એનટીપીસીએ એમ પણ કહ્યું છે કે તે સ્થાપના કરવામાં આવેલા સોલર પ્લાન્ટમાં ગ્રીન હાઇડ્રોજન બનાવવા પર પણ ભાર મૂકશે.એનટીપીસી છેલ્લાં પાંચ વર્ષથી નાના સોલર પ્લાન્ટ સ્થાપિત કરી રહ્યું છે.સોલાર એનર્જી અને અન્ય બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાંથી વીજળી ઉત્પન્ન કરવાની હાલમાં તેની કુલ ક્ષમતા 6,600 મેગાવોટ છે.વર્ષ 2032 સુધીમાં 60,000 મેગાવોટ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.તેનો મોટો ભાગ ગુજરાતમાં રહેશે.કંપનીના 1,800 મેગાવોટ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.

જોકે,કંપનીએ સ્પષ્ટ કર્યું નથી કે આ માટે મૂડી કેવી રીતે એકત્ર કરવામાં આવશે. આશરે,મેગાવોટ ક્ષમતા દીઠ સોલાર પ્લાન્ટ લગાવવાનો ખર્ચ 4 કરોડ રૂપિયા છે,આ મુજબ કંપનીએ કુલ 2.40-2.50 લાખ કરોડનું રોકાણ કરવું પડશે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img