21 C
Rajkot
Tuesday, January 11, 2022

મુન્દ્રા પોર્ટઃ 21 હજાર કરોડના હેરોઈનની દાણચોરીમાં અફઘાન નાગરિકની ધરપકડ, NIAની કડક કાર્યવાહી.

Must Read
spot_img

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી 3,000 કિલો હેરોઈન જપ્ત કરવાના સંબંધમાં દિલ્હીથી એક અફઘાન નાગરિકની ધરપકડ કરી છે. એજન્સીએ મંગળવારે આ જાણકારી આપી. સોભન અરિનફાન નામનો 28 વર્ષીય અફઘાન નાગરિક દક્ષિણ દિલ્હીના નેબ સરાઈ ખાતે રહેતો હતો અને 12 ડિસેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી.

કેસમાં NIAએ અફઘાનને પકડ્યો , આ કેસમાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી પાંચ અફઘાન અને એક ઉઝબેક નાગરિક છે. આ મામલામાં NIAએ 12 ઓક્ટોબરે દિલ્હી NCRમાં પાંચ સ્થળો પર દરોડા પાડ્યા હતા.

અગાઉ 9 ઓક્ટોબરે ચેન્નાઈ, કોઈમ્બતુર, વિજયવાડામાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. 16 સપ્ટેમ્બરના રોજ મુન્દ્રા પોર્ટ પર પકડાયું ત્યારે દેશમાં હેરોઈનની આ સૌથી મોટી જપ્તી હતી, જેની કિંમત 21 હજાર કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. NIA 6 ઓક્ટોબરથી આ કેસની તપાસ કરી રહી છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

રોજગાર: સમગ્ર દેશ માટે સારા સમાચાર! 9 સેક્ટરમાં રોજગારી વધી, આ છે સરકારી આંકડા.

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન બે લાખ લોકોને નોકરી મળી છે. કેન્દ્રીય...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img