32 C
Rajkot
Thursday, August 5, 2021

ગુજરાતની માના પટેલે ઓલિમ્પિકની ટિકિટ મેળવી, ૧૩ વર્ષની ઉંમરે ભારતીય સ્વિમિંગમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો.

Must Read
spot_img

ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ગુજરાતની 21 વર્ષીય આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલની પસંદગી કરવામાં આવી છે. આ વર્ષના ઓલિમ્પિકની ટિકિટ મેળવનાર તે ગુજરાતની પ્રથમ ખેલાડી છે. અમદાવાદની માના પટેલ ટોક્યો ઓલિમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોક સ્વિમિંગ ઇવેન્ટમાં ભાગ લેશે. આ ઈવેન્ટમાં ભાગ લેનારી તે પ્રથમ ભારતીય મહિલા બનશે, તેણે અનેક આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા. પરંતુ આ પહેલી વાર છે જ્યારે તે ઓલિમ્પિક માટે રમશે. ઉલ્લેખનીય છે કે માના પટેલ પહેલી વાર ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ૨૦૧૩ માં ૧૩ વર્ષની ઉંમરે ભારતીય સ્વિમિંગમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારથી દરેકને આશા હતી કે ગુજરાતની આ દીકરી માના ઓલિમ્પિકમાં મેડલ લાવશે. હવે જ્યારે માનાને ઓલિમ્પિકની ટિકિટ મળી ગઈ છે, આથી તે હવે વધુ મહેનત કરવા તૈયાર છે.

તમને એ પણ જણાવી દઈએ કે માના પટેલની આ સફળતા બાદ ઘણા લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા જેમાં ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતની પ્રથમ મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઇ છે, જે #Tokyo2020 માટે ક્વોલિફાઇ થઇ છે. હું માનાને અભિનંદન પાઠવું છું કે જેને યુનિવર્સિલિટી ક્વોટા અંતર્ગત ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું. વેલડન. નોંધનીય છે કે માના ઉપરાંત ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થનારા અન્ય બે સ્વિમર શ્રીહરિ નટરાજ અને સજન પ્રકાશના નામ સામેલ છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img