24.6 C
Rajkot
Saturday, September 18, 2021

ED દ્વારા મોટી કાર્યવાહી, મની લોન્ડરિંગ કેસમાં અવંથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની કરાઈ ધરપકડ!

Must Read
spot_img

યસ બેંક કૌભાંડ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ અવન્થા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની ધરપકડ કરી છે. ગૌતમ થાપરની 3 ઓગસ્ટની સાંજે ધરપકડ કરવામાં આવી હતી. થાપરને આજે એટલે કે બુધવારે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવશે જ્યાં ED તેની કસ્ટોડિયલ પૂછપરછ કરશે. ED એ મંગળવારે ગૌતમ થાપરના ઘરમાં દરોડા પાડ્યા હતા. ઇડીએ મુંબઇ અને દિલ્હી સહિત 14 સ્થળોએ સર્ચ કર્યા બાદ તેની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર, અવંત રિયલ્ટી અને યસ બેંકના સહ-સ્થાપક રાણા કપૂર અને તેની પત્ની વચ્ચે કથિત મિલકત વ્યવહારના સંદર્ભમાં ED એ મંગળવારે સવારે થાપરની પૂછપરછ શરૂ કરી હતી.

જૂન મહિનામાં, આ એજન્સીએ થાપર અને દિલ્હી સહીત ગુરુગ્રામ સ્થિત બે ખાનગી કંપનીઓના પ્રમોટરો અને ડિરેક્ટરોને તેમજ યસ બેંકને રૂ.467 કરોડ (અંદાજે) નું નુકસાન પહોંચાડવાના આરોપમાં અરેસ્ટ કર્યા હતા.

આ ઉપરાંત ગૌતમ થાપર કથિત બેંકની છેતરપિંડી અને ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈની અનેક તપાસનો સામનો કરી રહ્યા છે. વર્તમાન કેસ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સહીત યસ બેંક અને અન્ય 11 બેંકોની ફરિયાદ પર આધારિત છે.

અન્ય એક કિસ્સામાં, એજન્સીઓએ સીજી પાવર અને ઔદ્યોગિક સોલ્યુશન્સમાં કથિત અનિયમિતતાઓમાં થાપરની ભૂમિકાની પણ તપાસ કરી હતી. 2019 માં, સીજી પાવર બોર્ડે વિવિધ શંકાસ્પદ વ્યવહારો માટે કંપનીના પ્રમોટર અને તાત્કાલીન ચેરમેન થાપરને હટાવી દીધા હતા.

ઇડીની કાર્યવાહી આ કેસમાં સીબીઆઇના પ્રથમ માહિતી અહેવાલ પર આધારિત છે, જે યસ બેન્ક સહિત 11 અન્ય ધિરાણકર્તા બેન્કવતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ફરિયાદ પર દાખલ કરવામાં આવી હતી.

થાપર ઉપરાંત, સીબીઆઈએ ‘સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સના’,તત્કાલીન ક્રોમ્પ્ટન ગ્રીવ્સ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કે.એન.નીલકંઠ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (સીએફઓ) માધવ આચાર્ય, ડિરેક્ટર બી હરિહરન, નોન- એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓંકર ગોસ્વામી અને અન્યને પણ આરોપી ઘોષિત કર્યા છે.

સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આરોપ એ છે કે ઉક્ત આરોપીઓએ એસબીઆઈ અને બેંકોના જૂથની અન્ય બેંકો સાથે છેતરપિંડી કરી છે. તે બેંકોમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, એક્સિસ બેંક, યસ બેંક, કોર્પોરેશન બેંક, બાર્કલેઝ બેંક, ઇન્ડસઇન્ડ બેંક વગેરેનો સમાવેશ થાય છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

આ ગણેશ ચતુર્થી પર, ગણપતિ બાપ્પાને સાબુદાણાના મોદક ધરાવો. જાણો તેની રેસીપી.

રોજ ભક્તો ઘરે બિરાજમાન બાપ્પાને અવનવો થાળ ધરાવે છે. જો તમે પણ આ પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશને...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img