11 C
Rajkot
Tuesday, January 11, 2022

મહિમા ચૌધરીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને લઈ મોટો ખુલાસો કર્યો, કહ્યું- “તે માત્ર વર્જિન…… .”

Must Read
spot_img

બોલિવૂડ અભિનેત્રી મહિમા ચૌધરીએ ફિલ્મ ‘પરદેશ’ થી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેના અદભૂત અભિનયથી તેણે પોતાની અલગ ઓળખ બનાવી. જોકે, તે લાંબા સમય સુધી સિલ્વર સ્ક્રીનથી દૂર રહી હતી. પરંતુ મહિમાનું નામ તે અભિનેત્રીઓ તરીકે ઓળખાય છે, જેઓ તેમના વિચારો બિન્દાસ રીતે રજુ કરે છે. તાજેતરમાં જ તેણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે ફિલ્મી દુનિયામાં મહિલા કલાકારો સાથે કેવી રીતે વર્તવામાં આવે છે. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતા અભિનેત્રીએ કહ્યું- “મને લાગે છે કે ફિલ્મ ઉદ્યોગ ધીમે ધીમે એવી સ્થિતિમાં આવી રહ્યો છે જ્યાં મહિલા કલાકારો પોતાના માટે અલગ ઓળખ બનાવી રહ્યા છે. તેમને હવે વધુ સારો પગાર, જાહેરાતો મળે છે, તેઓ હવે મજબૂત સ્થિતિમાં છે. તેમની પાસે પહેલા કરતા લાંબી શેલ્ફ લાઇફ છે. “

તેણે આગળ કહ્યું,”જે ક્ષણે તમે કોઈને ડેટ કરવાનું શરૂ કરો છો, ત્યારે લોકો તમને અવગણવાનું શરૂ કરે છે કારણ કે તેઓ માત્ર વર્જિન અભિનેત્રીઓ ઇચ્છે છે જેમણે ક્યારેય કિસ ન કરી હોય, જો તમે પરણિત છો અથવા તમારે બાળક છે તો તમારું કરિયર પૂરું થઇ ગયું એવુ માનવામાં આવે છે.

પુરુષોને પણ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે

મહિમા કહે છે કે હવે લોકો અલગ અલગ ભૂમિકામાં મહિલા કલાકારોને પસંદ કરી રહ્યા છે. અગાઉ, અભિનેતાઓએ તેમના અંગત જીવનને લોકોથી છુપાવવું પડતું હતું. પરંતુ હવે તમે બંને (કારકિર્દી અને અંગત જીવન) એકસાથે લઈ શકો છો. હવે લોકો દરેક ભૂમિકામાં મહિલાઓને સ્વીકારી રહ્યા છે. અભિનેત્રી કહે છે કે ઘણી વખત આ પરિસ્થિતિ માત્ર મહિલા કલાકારોના જીવનમાં જ નહીં પણ પુરુષોના જીવનમાં પણ સર્જાતી હતી, જ્યારે તેમને પોતાનું અંગત જીવન છુપાવવું પડતું હતું. ઘણી વખત અમને ફિલ્મ રિલીઝ થયા પછી ખબર પડતી હતી કે ફિલ્મના એક્ટરના લગ્ન થયા છે.

નોંધપાત્ર વાત એ છે કે મહિમાએ પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત વર્ષ 1997 માં સુભાષ ઘાઈ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પરદેશ’ થી કરી હતી. જેમાં તેની સાથે શાહરૂખ ખાન અને અપૂર્વ અગ્નિહોત્રી મુખ્ય ભૂમિકામાં હતા. આ પછી મહિમાએ ધડકન, દિલ હૈ તુમ્હારા, બાગબાન, ખિલાડી 420, સહિત એક પછી એક ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. અભિનેત્રીએ વર્ષ 2006 માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ મહિમાએ બીજા વર્ષે 2007 માં પુત્રી અરિઆનાને જન્મ આપ્યો. બંનેએ 2013 માં અલગ થવાનો નિર્ણય કર્યો અને છૂટાછેડા લીધા.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

રોજગાર: સમગ્ર દેશ માટે સારા સમાચાર! 9 સેક્ટરમાં રોજગારી વધી, આ છે સરકારી આંકડા.

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન બે લાખ લોકોને નોકરી મળી છે. કેન્દ્રીય...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img