24.6 C
Rajkot
Saturday, September 18, 2021

Lips Care Tips : શું તમે સુંદર અને નરમ હોઠ ઈચ્છો છો ? તો આ દેશી ટિપ્સ અજમાવો.

Must Read
spot_img

લોકો તેમના ચહેરાની ત્વચા અને વાળનું સૌથી વધુ ધ્યાન રાખે છે, સાથે જ તેમના હોઠની સંભાળ રાખવા અવનવા નુષ્ખા ટ્રાઇ કરે છે. શું તમે જાણો છો કે હોઠ પરની ત્વચા ખૂબ જ નાજુક છે, જેના કારણે સંભાળની જરૂર સૌથી મહત્વપૂર્ણ બને છે? જો તમે તમારા હોઠની સંભાળ ન લો, તો તે દેખીતી રીતે કાળા અથવા ફાટેલા લાગે છે.

તંદુરસ્ત અને સુંદર હોઠથી ચહેરામાં એક અલગ ચમક આવે છે, તેથી તેમને અવગણશો નહીં. શરીરના બાકીના ભાગની ત્વચાની જેમ હોઠમાં પોર્સ અટેલે કે રોમછિદ્રો હોતા નથી, જેના કારણે તેમને યોગ્ય પોષણ અને હાઇડ્રેશનની જરૂર પડે છે. જો તમે યોગી ધ્યાન નહીં આપો તો વિવિધ સમસ્યાઓમાં વધારો થશે. ચાલો જાણીએ ઘરેલુ ઉપચારો વિશે જે તમારા હોઠને નરમ અને સ્વસ્થ બનાવી શકે છે.

હોઠની સંભાળ રાખવા માટે આ ટિપ્સ ફોલો કરો

1.રાત્રે સૂતા પહેલા પેટ્રોલિયમ જેલી લો અને હોઠ પર મસાજ કરો. રોજ આમ કરો, જેથી બીજા દિવસે સવાર સુધી તમારા હોઠ નરમ રહે. તમે મધ અથવા ગ્લિસરીનનો પણ ઉપયોગ કરી શકો છો. સવારે ગ્લિસરીન ન લગાવવું તેની કાળજી રાખવી.

૨. કેટલીક વાર હોઠ લગભગ ફાટી જાય છે. આ માટે દિવસમાં બે-ત્રણ વખત મિલ્ક ક્રીમથી મસાજ કરો. આ ઉપરાંત બરફથી પણ આમ કરી શકો છો.

3.જો તમારા હોઠ ઘેરા રંગના હોય તો તેના પર બદામ અને નાળિયેર તેલનું મિશ્રણ લગાવો. દરરોજ સૂતા પહેલા તેને હોઠ પર લગાવો અને સવારે ઊઠો અને તેને ધોઈ લો.

  1. બે ચમચી દૂધમાં 2-3 ગુલાબની પાંખડીઓ આખી રાત પલાળી રાખો. સવારે તેની પેસ્ટ બનાવો. હવે તેને હોઠ પર લગાવો અને 5 મિનિટ સુધી સ્ક્રબ કરો. હોઠનો રંગ હળવો ન થાય ત્યાં સુધી આમ રોજ કરો.

5.તમે ઘરે લિપ સ્ક્રબ પણ બનાવી શકો છો. આ માટે બે બદામ પીસી લો, લીંબુનો રસ, એક ચમચી ટામેટાનો રસ અને એક ચમચી ક્રીમ ઉમેરી ને બે મિનિટ હળવા હાથથી મસાજ કરો અને પછી ધોઈ લો.

ડિસ્ક્લેમર: લેખમાં ઉલ્લેખિત સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવી જોઈએ. જો કોઈ પ્રશ્ન અથવા સમસ્યા હોય તો હંમેશાં તમારા ડોક્ટરની સલાહ લો.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

આ ગણેશ ચતુર્થી પર, ગણપતિ બાપ્પાને સાબુદાણાના મોદક ધરાવો. જાણો તેની રેસીપી.

રોજ ભક્તો ઘરે બિરાજમાન બાપ્પાને અવનવો થાળ ધરાવે છે. જો તમે પણ આ પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશને...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img