32 C
Rajkot
Friday, October 22, 2021

બ્યુટિશિયન પાસેથી જાણો હેર કન્ડિશનિંગની ટિપ્સ,વાળની ચમક પણ વધશે !

Must Read
spot_img

ગરમીની સિઝનમાં શેમ્પૂ કર્યાના થોડા કલાકો બાદ જ વાળની ચમક ઓછી થવા લાગે છે. વાળની આ સમસ્યા વધારે પરસેવો થવાને કારણે થાય છે. તેનાથી બચવા માટે તડકામાં બહાર જતા પહેલાં વાળને કપડાંથી સારી રીતે ઢાંકી દો. આ સિઝનમાં વાળ ધોયા બાદ ઘરેલુ વસ્તુઓથી કન્ડિશનિંગ ટ્રીટમેન્ટ આપવી ફાયદાકારક છે. ઓઈલી હેર માટે તે વધુ અસરકારક છે. બ્યુટિશિયન શહેનાઝ હુસૈન પાસેથી જાણો હેર કન્ડિશનિંગ ટ્રીટમેન્ટની હર્બલ રીત. તેનાથી ન માત્ર વાળની શાઈનિંગ વધશે, પરંતુ ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થાય છે.

લીંબુનો રસ

મગના પાણીમાં એક લીંબુનો રસ ઉમેરો. તેને વાળ ધોયા બાદ માથા પર નાખવું. તે વાળની ચિકાસ દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી વાળની ચમક વધે છે.

ગલગોટાના ફૂલ

બે કપ હુંફાળાં પાણીમાં તાજા અથવા સૂકાયેલા ગલગોટાના ફૂલ નાખો. તેને એક કલાક સુધી રહેવા દો. તે ડેન્ડ્રફ જેવી વાળની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

જાસુદના ફૂલ

આ ફૂલોનો ઉપયોગ ડેન્ડ્રફને રોકવા માટે કરવામાં આવે છે. જાસુદના ફૂલોને પાણીમાં 10 કલાક સુધી રહેવા દો. શેમ્પૂ કર્યા બાદ આ પાણીને વાળ પર નાખો.

ચાનું પાણી અને લીંબુ

શેમ્પૂ કર્યા બાદ ચાના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. તેનાથી વાળની ચમક વધે છે. સૌથી પહેલા 4 કપ પાણીમાં ચા નાખીને ઉકાળો. તેને ઠંડું થવા દો. તેમાં લીંબુનો રસ નાખીને શેમ્પૂ કર્યા બાદ વાળ પર નાખો. ચામાં રહેલા ટેનિન વાળને સિલ્કી એન્ડ શાઈની બનાવવામાં મદદ કરે છે.

લીમડાના પાંદડા

ચાર કપ ગરમ પાણીમાં લીમડાના પાંદડા નાખીને ઉકાળો. તેને આખી રાત રહેવા દો. બીજા દિવસે શેમ્પૂ કર્યા બાદ આ પાણીને વાળ પર નાખો. તેનાથી વાળમાં ખંજવાળ અને ઈન્ફેક્શન દૂર થાય છે. ડ્રેન્ડફ દૂર કરવામાં તે અસરકારક છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

તહેવારમાં સ્ટાઇલિશ દેખાવા માટે આ એસેસરીઝને શરારા સૂટ સાથે કરો ટ્રાય.

આજકાલ શરારા સૂટ ખૂબ ટ્રેન્ડમાં છે. તમે તેને પાર્ટીથી લઈને વેડિંગ ફંક્શન સુધી સરળતાથી લઈ જઈ શકો છો. કારણ...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img