23 C
Rajkot
Monday, January 10, 2022

જાણો જલંધરનો લિટલ માસ્ટર મેઘાંશ શા માટે દુનિયા ભરમાં થઈ રહ્યો છે મશહૂર, સોફ્ટવેર કંપનીનો સીઈઓ છે આ લિટલ માસ્ટર.

Must Read
spot_img

પંજાબના જલંધરનો 11 વર્ષનો મેઘાંશ ખરેખર એક લિટલ માસ્ટર છે. તે પોતાની અદ્ભુત પ્રતિભાથી બધાનું મન મોહી રહ્યો છે. મેઘાંશની ખ્યાતિ પંજાબની સાથે સાથે દેશ-વિદેશમાં પણ પહોંચી ગઈ છે. તેણે અત્યાર સુધીમાં ૫૦ થી વધુ સોફ્ટવેર ડેવલોપ કર્યા છે. મહત્વની વાત એ છે કે, આ તેની પોતાની કંપની છે અને તે તેનો સીઇઓ છે.

સેન્ટ જોસેફ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા મેધાંશ કુમાર ગુપ્તાએ 11 વર્ષની ઉંમરે સોફ્ટવેર ડેવલપર તરીકે ખાસ છાપ છોડી છે. 50થી વધુ સોફ્ટવેર બનાવીને તેમણે સમગ્ર વિશ્વમાં પોતાના શહેર અને પોતાના દેશનું નામ રોશન કર્યું છે. તેઓ તેમની એન્ટર પ્રોકોડર પ્રા.લિ. કંપનીમાં સીઇઓ છે. તે પોતાના કરતા ત્રણ ગણા મોટા વિદ્યાર્થીઓને માહિતી તકનીકી વિશેનું જ્ઞાન પણ આપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સારા નેતાઓની પસંદગી કરી શકે તે માટે તેણે આગામી ચૂંટણી માટે ‘મિશન ખુશાલ પંજાબ’ નામનું એક સોફ્ટવેર બનાવ્યું છે. missionkhushhalPunjab.com વેબસાઇટ બનાવી છે. જેના થકી બાળકો અને વાલીઓ તેમના મનપસંદ અને સારા નેતાઓની પસંદગી કરી શકે.

જે ઉંમરે બાળકો રમકડાં સાથે રમે છે, ત્યારે તેમણે 9 વર્ષની ઉંમરે www.21stjune.com સોફ્ટવેર દ્વારા મોટી સફળતા મેળવી હતી. વિશ્વ યોગ દિવસ પર તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તે પછી, તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં અને એક પછી એક ઘણા સોફ્ટવેર બનાવવા માટે આગળ વધ્યા. તેમણે www.coronafreeworld.com www.missionfateh.com, www.stayalertstaysafe.in, www.sgpcamritsar.org અને MissionFateh.com વેબસાઇટ્સ ડિઝાઇન કરી હતી. જેને પ્રમોટ કરવા માટે તેમણે એક વીડિયો પણ બનાવ્યો હતો. આ પ્રખ્યાત અને લોકપ્રિય સોફ્ટવેર છે જેણે આ હોશિયાર બાળકને આંતરરાષ્ટ્રીય ઓળખાણ આપી છે.

મેધંશનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ જેવા અન્ય કેટલાક રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. ત્યારબાદ ઇએસીસી યુરોપિયન એશિયા ચેમ્બર ઓફ કોમર્સ કંપની દ્વારા તેને બોલાવી અને સન્માનિત કરવામાં આવ્યો હતો.. અત્યાર સુધી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, વિજય સાંપલા, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ, પંજાબના શિક્ષણ મંત્રી વિજય ઇન્દર સિંગલા, સાંસદ અનુરાગ ઠાકુર, બીબી જાગીર કૌર, જલંધર ડીસી ઘનશ્યામ થોરી સાથે અન્ય અનેક મંત્રીઓ દ્વારા તેમને સન્માનીત કરવામાં આવ્યો હતો.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

રોજગાર: સમગ્ર દેશ માટે સારા સમાચાર! 9 સેક્ટરમાં રોજગારી વધી, આ છે સરકારી આંકડા.

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન બે લાખ લોકોને નોકરી મળી છે. કેન્દ્રીય...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img