24.6 C
Rajkot
Saturday, September 18, 2021

કરણ જોહર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે આ પ્રેમ કહાનીને લઇ ફિલ્મ બનાવશે, પાંચ વર્ષ બાદ કરણ જોહર…….

Must Read
spot_img

કરણ જોહરે મંગળવારે રણવીર સિંહના જન્મદિવસ પર તેની દિગ્દર્શક કમબેક ફિલ્મની જાહેરાત કરી હતી. પાંચ વર્ષ બાદ કોઈ ફિલ્મનું દિગ્દર્શન કરી રહેલા કરણે આ વખતે એક લવ સ્ટોરી લાવવાની તૈયારી કરી છે આ લવસ્ટોરીનું નામ રોકી ઔર રાનીની પ્રેમ કહાની એવુ નામ આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકા ભજવશે. કરણે ટીઝર વીડિયો સાથે ફિલ્મના મુખ્ય સ્ટાર કાસ્ટ અને ટાઇટલની જાહેરાત કરી હતી. કરણે લખ્યું: કેમેરાની સામે મારા પ્રિય લોકો સાથે લેન્સની પાછળ રહીને કામ કરવા રોમાંચિત છું. રોકી ઔર રાનીની પ્રેમ કહાનીમાં મુખ્ય સ્ટાર કાસ્ટમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ જોવા મળશે. આ ફિલ્મ ઇશિતા મોઇત્રા, શશાંક ખેતાન અને સુમિત રોયે લખી છે.

રોકી ઔર રાનીકી પ્રેમ કહાની’ નામની આ ફિલ્મ ૨૦૨૨ માં રિલીઝ થશે. જણાવી દઈએ કે કરણની છેલ્લી દિગ્દર્શક ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ 2016માં રિલીઝ થઈ હતી. કરણે આ ફિલ્મમાં રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય બચ્ચનને સાથે પડદા પર બતાવી ધૂમ મચાવી દીધી હતી. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ ચર્ચામાં રહી હતી. અનુષ્કા શર્મા પણ આ ફિલ્મની લીડ સ્ટાર કાસ્ટનો ભાગ હતી. એ દિલ હૈ મુશ્કિલનું સંગીત ખૂબ લોકપ્રિય રહ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સફળ રહી હતી. ઉલ્લેખનીય છે કે રણવીર અને આલિયા બીજી વખત રોકી અને રાનીકી પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ પહેલા બંને ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોયમાં સાથે જોવા મળ્યા હતા. જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

આ ગણેશ ચતુર્થી પર, ગણપતિ બાપ્પાને સાબુદાણાના મોદક ધરાવો. જાણો તેની રેસીપી.

રોજ ભક્તો ઘરે બિરાજમાન બાપ્પાને અવનવો થાળ ધરાવે છે. જો તમે પણ આ પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશને...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img