16.5 C
Rajkot
Monday, January 10, 2022

કપિલદેવએ રવિ શાસ્ત્રીનો પક્ષ લીધો,કહી આ મહત્વની વાત

Must Read
spot_img

પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનું માનવું છે કે જો મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પોતાનું કામ યોગ્ય રીતે કરી રહ્યા છે,તો તેને દૂર કરવાની જરૂર નથી.રવિ શાસ્ત્રી ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની શ્રેણી માટે ટેસ્ટ ટીમ સાથે ઇંગ્લેન્ડમાં છે જ્યારે રાહુલ દ્રવિડ શ્રીલંકા સામેની મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ભારતીય ટીમના કોચ તરીકે શ્રીલંકા ગયા છે.રવિ શાસ્ત્રીનો કરાર આ વર્ષે ટી -20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થાય તેમ કહેવાય છે.ભારતનો પહેલો વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન કપિલ દેવે એબીપી ન્યૂઝને કહ્યું છે કે મને નથી લાગતું કે આ વિશે કંઇક કહેવાની જરૂર છે.શ્રીલંકાની શ્રેણી પહેલા સમાપ્ત થવા દો.અમે જાણીશું કે અમારી ટીમે કેવું પ્રદર્શન કર્યું છે. જો તમે નવા કોચની જરૂર છે તો અમને કશુ વાંધો નથી.તેમણે કહ્યું કે જો રવિ શાસ્ત્રી સારૂ કામ કરી રહ્યા છે તો તેને હટાવવાનું કોઈ કારણ નથી.માત્ર સમય જ કહેશે.મને લાગે છે કે આ આપણા કોચ અને ખેલાડીઓ પર બિનજરૂરી દબાણ આવશે.કપિલ દેવે કહ્યું કે ભારતમાં ઘણા ખેલાડીઓ છે.જો ખેલાડીઓને તક મળે અને આ બંને ભારતીય ટીમો ઇંગ્લેન્ડ અને શ્રીલંકામાં જીત મેળવવામાં સફળ થાય તો આનાથી સારુ કંઈ નથી.જો યુવાનોને તક મળી રહી છે તો તેમાં કંઈપણ ખોટું નથી

કોચ તરીકે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ આ વર્ષના અંતમાં સમાપ્ત થઈ રહ્યો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયા સાથે કોચ તરીકે શ્રીલંકા ગયા છે.જો ટીમે સારું પ્રદર્શન કર્યું છે તો તે ટીમ ઈન્ડિયાનો આગામી કોચ બની શકે છે.જો કે, તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડ હાલમાં એનસીએસ એટલે કે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીના પ્રમુખ છે અને તેમની દેખરેખ હેઠળ દેશમાં ઘણા યુવા ખેલાડીઓ આગળ આવ્યા છે.આઈપીએલ રમતા મોટાભાગના ખેલાડીઓ તેમની સાથે શીખ્યા પછી અહીં પહોંચયા છે અને તે ટીમ ઈન્ડિયા તરફથી પણ રમી રહ્યા છે

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

રોજગાર: સમગ્ર દેશ માટે સારા સમાચાર! 9 સેક્ટરમાં રોજગારી વધી, આ છે સરકારી આંકડા.

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન બે લાખ લોકોને નોકરી મળી છે. કેન્દ્રીય...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img