24.5 C
Rajkot
Saturday, October 23, 2021

ઇશાંત શર્માને મળી મોટી સફળતા, વિદેશી ધરતી પર 200 કે તેથી વધુ વિકેટ ઝડપનારો ચોથો ભારતીય બોલર બન્યો, જાણો અન્ય ત્રણ ખેલાડી ક્યાં છે.

Must Read
spot_img

હાલ ચાલી રહેલ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ઝડપી બોલર ઇશાંત શર્માને મોટી સફળતા મળી હતી. ઇશાંત શર્મા વિદેશી ધરતી પર 200 કે તેથી વધુ વિકેટ ઝડપનારો ચોથો ભારતીય બોલર બની ગયો છે. આ સાથે જ તેણે ખાસ બેવડી સદી પૂરી કરી છે અને એક ખાસ ક્લબમાં જોડાયો છે, જેમાં આ ક્લબમાં તેની પહેલાં માત્ર ત્રણ લેજન્ડરી ભારતીય ખેલાડીઓનો સમાવેશ થયો હતો.તમને જણાવી દઈએ કે ઈશાંત શર્મા પહેલા કપિલ દેવ, અનિલ કુંબલે અને ઝહીર ખાને ટેસ્ટ ક્રિકેટમાં વિદેશી ધરતી પર 200 કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. અનિલ કુંબલેએ વિદેશી ધરતી પર ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. તેણે 269 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જ્યારે કપિલ દેવે 215 ખેલાડીઓની અને ઝહીર ખાને 207 ખેલાડીઓની વિકેટ લીધી હતી. આમ આ ત્રણેય લેજન્ડરી ભારતીય ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં વિદેશી ધરતી પર 200 કે તેથી વધુ વિકેટ ઝડપીને એક મોટી સફળતા હાંસલ કરી છે. અને ત્યાર બાદ આ લિસ્ટમાં હવે ઇશાંત શર્માનું પણ નામ સામેલ થઇ ગયું છે.

ઇશાંત શર્મા ભારતના સૌથી સફળ ફાસ્ટ બોલરોમાંનો એક છે. તેણે અત્યાર સુધીમાં 102 ટેસ્ટમાં 300થી વધુ વિકેટ ઝડપી છે. ઇશાંત શર્માએ તેની ટેસ્ટ કારકિર્દીની 304મી વિકેટ ઝડપી હતી જ્યારે તેણે ખતરનાક દેખાતા દેવોન કોન્વેને મોહમ્મદ શમીના હાથે કેચ આઉટ કરાવીને ભારતની મેચમાં વાપસી કરાવી હતી. આ વિકેટ વિદેશી ભૂમિ પર ઇશાંત શર્માની ટેસ્ટ કારકિર્દીની 200મી વિકેટ હતી. તેની સામે માત્ર ત્રણ ખેલાડીઓએ ૨૦૦ કે તેથી વધુ વિકેટ ઝડપી છે. આ રીતે વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર તે ચોથો ખેલાડી બન્યો છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

તહેવારમાં સ્ટાઇલિશ દેખાવા માટે આ એસેસરીઝને શરારા સૂટ સાથે કરો ટ્રાય.

આજકાલ શરારા સૂટ ખૂબ ટ્રેન્ડમાં છે. તમે તેને પાર્ટીથી લઈને વેડિંગ ફંક્શન સુધી સરળતાથી લઈ જઈ શકો છો. કારણ...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img