10 C
Rajkot
Friday, January 14, 2022

ભારતીય કોસ્ટ ગાર્ડે એટીએસ ગુજરાત સાથેના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની બોટ સાથે રૂ. 400 કરોડનું 77 કિલો હેરોઈન જપ્ત કર્યું.

Must Read
spot_img

કોસ્ટ ગાર્ડ દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવાયુ હતું કે, ભારતીય કોસ્ટ ગાર્ડે એટીએસ ગુજરાત સાથેના એક સંયુક્ત ઓપરેશનમાં 20 ડિસેમ્બરના રોજ ભારતીય જળસીમામાં અલ હુસૈની નામની પાકિસ્તાની બોટને 06 પાકિસ્તાની અને 77 કિલો હેરોઈન કે જેની કિંમત 400 કરોડ રૂપિયાની છે તેની સાથે પકડી પાડયો હતો. કોસ્ટ ગાર્ડનું જહાજ ઠંડા પવનો અને ઠંડા હવામાનની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું. ભારતીય જળસીમાની અંદર પાકિસ્તાની બોટ 06 NMને રોકી હતી.

કોસ્ટ ગાર્ડ દ્વારા પાકિસ્તાનીઓને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યું

પાકિસ્તાની બોટ શંકાસ્પદ રીતે આગળ વધી રહી હતી ત્યારે બોટને જોઈને કોસ્ટ ગાર્ડ દ્વારા તેને પડકારવામાં આવતાં તેણે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે કોસ્ટ ગાર્ડ દ્વારા તેને કાબૂમાં લેવામાં આવ્યો હતો.પાકિસ્તાની બોટ દ્વારા ત્વરિત ચપળતા દર્શાવતા કોસ્ટ ગાર્ડ દ્વારા તેમને આત્મસમર્પણ કરવા મજબૂર કરવામાં આવ્યું હતું.આ સયુંકત ઓપરેશનમાં આશરે 05 બેગ ધરાવતું પ્રતિબંધિત માલ કે જેમાં 77 કિલો હેરોઈન હતું . કોસ્ટ ગાર્ડ દ્વારા જપ્ત કરાયેલા નાર્કોટિક્સની બજાર કિંમત અંદાજે રૂ. 400 કરોડ હોવાનો અંદાજ છે. પકડાયેલી પાકિસ્તાની બોટ છે તે કરાચી ખાતે નોંધાયેલ છે.

પાકિસ્તાની આરોપીઓમાં મહોમદ દાનિશ વાઘેર, મહોમદ સાજીદ વાઘેર, સાગર વાઘેર, અશરફ વાઘેર, મોકમદ ઇમરાન વાઘેર, ઇસ્માઇલ બડાલાનો સમાવેશ થાય છે.

જખૌ કોસ્ટ ગાર્ડના કમાન્ડર ઓફિસર સંદીપ સફાયાએ મીડિયાને ATS સાથેના સયુંકત ઓપરેશન અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ ડ્રગ્સ ભારતીય દરિયાઈ સીમમાં ડ્રગ્સ ઘુસવવામાં આવી રહ્યું છે એ અંગે સૌપ્રથમ ઇનપુટ ગુજરાત ATSને મળ્યા હતા. હાલમાં પકડાયેલ 6 આરોપીઓની વધારે પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધારે વિગતો ટૂંક સમયમાં મીડિયા સમક્ષ મૂકવામાં આવશે.હાલમાં 77 પેકેટ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે અને તેની કિંમત આંકવાની પ્રક્રિયા ચાલુ છે. કોસ્ટ ગાર્ડનું 24× 7 પેટ્રોલિંગ રહેતું હોય છે અને જ્યારે કોઈ ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા ઇનપુટ આપવામાં આવે છે ત્યારે ATS સાથે સંયુક્ત ઓપરેશન કરીને આવા ઓપરેશન સફળ બનાવવામાં આવે છે. કોસ્ટ ગાર્ડની વોચ તો હંમેશા સીમા પર રહેતી જ હોય છે એવું નથી કે માત્ર પાકિસ્તાની બોટ ઉપર માત્ર વોચ રાખવામાં આવે છે.અને હાલમાં તમામ આરોપીઓની વધારે પૂછપરછ કરવામાં આવી રહી છે અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

રોજગાર: સમગ્ર દેશ માટે સારા સમાચાર! 9 સેક્ટરમાં રોજગારી વધી, આ છે સરકારી આંકડા.

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન બે લાખ લોકોને નોકરી મળી છે. કેન્દ્રીય...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img