32 C
Rajkot
Thursday, August 5, 2021

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાસે આટલા કરોડ રૂપિયાની સંપત્તિ છે, જાણો ક્યાં ક્યાંથી કમાઈ છે આટલા રૂપિયા.

Must Read
spot_img

લીડર, રોલ મોડેલ, જેન્ટલમેન ગેમ ક્રિકેટના આઇકોન, ભારતીય કેપ્ટન અને રન મશીન વિરાટ કોહલી મેદાન પર અને મેદાનની બહાર બંને રીતે સફળ એથ્લીટ્સમાંનો એક છે. વિરોધી ટીમો માટે ખરાબ સ્વપ્ન જેવો લાગતા વિરાટ કોહલીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં અલગ સ્થાન હાંસલ કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ક્યારેક સૌથી વધુ પગાર મેળવનારા એથ્લીટ્સની યાદીમાં આવે છે. રેકોર્ડ તોડવા માટે જાણીતા ટીમ ઇન્ડિયાના કેપ્ટનની સોશિયલ મીડિયા પર ભારે ફેન ફોલોઇંગ છે. બધા જ લોકો આવા પ્રખ્યાત વિરાટ કોહલી વિશે જાણવા માંગે છે કે તેની નેટવર્થ શું છે.

વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં ૧૩૭ મિલિયન ફોલોઅર્સ છે અને તે તેના દ્વારા પણ મોટી કમાણી કરે છે. વિરાટ કોહલી આ પ્લેટફોર્મ પર દરેક પબ્લિસિટી પોસ્ટ માટે 5 કરોડથી વધુ ચાર્જ લે છે. બીસીસીઆઈના વાર્ષિક કરાર દ્વારા તેને દર વર્ષે ૭ કરોડ રૂપિયા મળે છે કારણ કે તે એ પ્લસ કેટેગરીમાંનો ખેલાડી છે. વિરાટ કોહલી આઇપીએલ આઇકોન છે અને આરસીબી તરફથી દર સિઝનમાં તેને ૧૭ કરોડ રૂપિયા મળે છે. વિરાટ કોહલી ટીવી પર મોટી બ્રાન્ડ્સને પ્રમોટ કરતો જોવા મળે છે અને બદલામાં તગડી રકમ પણ લે છે.

વિરાટ કોહલીની નેટવર્થ વિશે જો વાત કરવામાં આવે તો તેની નેટવર્થ, હોપર હેડક્વાર્ટર્સ અનુસાર, 60 મિલિયન અમેરિકી ડોલર છે, જેની કિંમત ભારતીય ચલણમાં લગભગ 450 કરોડ રૂપિયા છે. વિરાટ કોહલીએ અગાઉ ભારતની સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી યાદીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. ડફ એન્ડ ફેલ્પ્સ દ્વારા સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન સ્ટડી 2020 અનુસાર વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ 237.5 મિલિયન અમેરિકન ડોલર (અંદાજિત 1600 કરોડ રૂપિયા) છે. વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ સેલિબ્રિટી છે અને તાજેતરમાં જ તેઓ એક પુત્રીની માતા પિતા બન્યા હતા

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img