21 C
Rajkot
Tuesday, November 30, 2021

સુરતમાં માનસિક તકલીફથી પીડાતી વિદ્યાર્થિની વાળ તોડીને ખાતી હતી, પેટમાંથી અડધો કિલો વાળનો ગુચ્છો નીકળ્યો.

Must Read
spot_img

સુરતમાં ઘોડદોડ રોડ પર રહેતી અને ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિની લાંબા સમયથી માનસિક તકલીફ હોવાથી છેલ્લા ઘણા સમયથી પોતાના માથાના વાળ તોડીને ખાધા કરતી હતી, જેથી તેનું ખાવાનું ઓછું થઇ ગયું હતું અને વજન ઘટવા લાગ્યું હતું. આવી તકલીફને લીધે તેને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સોનોગ્રાફી કરાવતાં જઠરમાં વાળનો ગુચ્છો દેખાયો હતો. ડોક્ટરોની ટીમે બે કલાક સુધી જહેમત ઉઠાવી સફળ સર્જરી કરી હતી અને વિદ્યાર્થિનીના પેટમાં 7થી 8 સેન્ટિમીટર કટ મૂકીને જઠરમાં ફસાયેલો વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હતો. અંદાજિત 500 ગ્રામ વાળનો ગુચ્છો હતો. વાળનો ગુચ્છો બહાર નીકળતાં તેની તકલીફમાં ઘટાડો અને તબિયતમાં સુધારો આવતાં ગત રોજ વિદ્યાર્થિનીને રજા આપવામાં આવી હતી. તેને માનસિક તકલીફ દૂર થાય એ માટે પણ ડોક્ટરે સારવાર શરૂ કરી છે.

વિદ્યાર્થિનીને માનસિક તકલીફ હોવાથી ચાર વર્ષ પહેલાં પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જરી કરીને અંદાજિત એક કિલો વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હોવાનું પરિવારના સભ્યોએ સિવિલના ડોક્ટરને કહ્યું હતું. માનસિક તકલીફ ધરાવતા એક હજારમાંથી પાંચને વાળ તોડીને ખાવાની આદત હોય છે. એક વખત ઓપરેશન કર્યા બાદ બીજી વખત વાળનો ગુચ્છો થાય એવું રેર કેસમાં બને છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

હિંદ મહાસાગરઃ ભારત, શ્રીલંકા, માલદીવ વચ્ચે ‘મિત્રતા’નો અભ્યાસ, ત્રણેય દેશોના કોસ્ટ ગાર્ડ 15મી વખત મળ્યા.

ભારત, શ્રીલંકા અને માલદીવના કોસ્ટ ગાર્ડ્સે સાથે મળીને હિંદ મહાસાગરમાં બે દિવસીય સંયુક્ત દરિયાઈ લશ્કરી કવાયત 'દોસ્તી' હાથ ધરી...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img