20 C
Rajkot
Saturday, January 15, 2022

રાજકોટમાં સતત ત્રીજા દિવસે મૃત્યુ આંક ઝીરો,શહેરના 25 બાળકોએ કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવ્યા

Must Read
spot_img

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા અને મોતની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. શહેરમાં આજે સતત ત્રીજા દિવસે કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. શહેરમાં કુલ કેસની સંખ્યા 42647 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 420 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે સોમવારે 43 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થતા જ હવે બેડની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.રાજકોટમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 3474 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 2462 સહિત કુલ 5936 નાગરિકોએ રસી લીધી છે.

રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (સિવિલ) હોસ્પિટલ ખાતે 20 હજાર લીટર ક્ષમતાની વધુ એક ટેન્ક ઓક્સિજન સપ્લાય માટે તૈયાર કરવામાં આવી છે. જે આજના દિવસથી કાર્યરત કરી દેવામાં આવશે તેવી શક્યતા સેવાય રહી છે. આથી હવે સિવિલ હોસ્પિટલ રોજ 50 હજાર લીટર ઓક્સિજન પુરો પાડવા સક્ષમ બની ગઇ છે. તેમજ અમેરિકાથી મ્યુકોરમાઈકોસિસની સર્જરી માટે 25 લાખના બે આધુનિક મશીન દાનમાં મળ્યા છે.સિવિલમાં ઈ.એન.ટી. વિભાગમાં મ્યુકોરમાઈકોસિસની સર્જરીના અત્યાધુનિક બે મશીનનું લોકાર્પણ કર્યું.કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને સરકાર માસિક રૂ.4 હજાર આપશે, રાજકોટમાં 25 બાળકોએ માતા-પિતા ગુમાવ્યાનું સામે આવ્યું છે.

મ્યુકોરમાઈકોસિસથી ઉભરાયેલી સિવિલ હોસ્પિટલમાં ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી હોય તેવી રીતે બંન્ને બીમારીના દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં ઘટાડો થવા લાગતાં હવે સિવિલમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. એક સમયે 800થી વધુ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ દાખલ થઈ જતાં મચેલી અફડાતફડી પણ શાંત પડવા લાગી છે. અત્યારે સિવિલમાં મ્યુકોરના 190 જેટલા દર્દીઓ જ દાખલ હોવાથી નવ દિવસની અંદર જરૂર હોય તેવા તમામ દર્દીઓની સર્જરી કરીને તેમને રજા આપી દેવાનો લક્ષ્યાંક સિવિલ હોસ્પિટલ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સિવિલમાં 700 સર્જરીનો રેકોર્ડ થયો છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

રોજગાર: સમગ્ર દેશ માટે સારા સમાચાર! 9 સેક્ટરમાં રોજગારી વધી, આ છે સરકારી આંકડા.

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન બે લાખ લોકોને નોકરી મળી છે. કેન્દ્રીય...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img