24.6 C
Rajkot
Saturday, September 18, 2021

કોવિડ લોકડાઉનથી બાળકોના સ્વાસ્થ્ય પર કેવી અસર પડી જાણો સશોધનનું શું કહેવું છે ?

Must Read
spot_img

એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે કે કોવિડને કારણે થયેલા લોકડાઉનથી બાળકો ઉપર પ્રતિકૂળ અસર થઈ છે. અભ્યાસ મુજબ બાળકોને આંખની સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે નજીકના દૃષ્ટિ દોષ કે માયોપિયા ( myopia )નામના રોગો ધરાવતા બાળકોમાં વધારો થયો છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉનથી બાળકની આઉટડોર ગેમ્સ સમાપ્ત થઈ ગઈ છે, જેનાથી તેઓ બહાર નીકળતા અટકી ગયા છે. અભ્યાસ મુજબ, બાળકો હંમેશાં ઘરે હોય ત્યારે ગેજેટ સાથે ચોંટી જાય છે. કાં તો તેઓ ટીવી જુએ છે, અથવા મોબાઇલ પર રમતો રમે છે. આ ઉપરાંત તેમણે કમ્પ્યુટર પર અભ્યાસ કરવો પડે છે. તેથી જ આ બાળકોમાં નજીકની દ્રષ્ટિની ખામી જોવા મળી છે.

ડેઈલી મેઈલના એક અહેવાલ મુજબ આ અભ્યાસ હોંગકોંગમાં હાથ ધરવામાં આવ્યો હતો. લગભગ 1793 બાળકોની આંખો તપાસ્યા બાદ જાણવા મળ્યું કે બાળકોમાં લગભગ દૃષ્ટિની ખામીઓ અથવા માયોપિયાનો રોગ ઝડપથી વધવા લાગ્યો છે. આ અભ્યાસમાં લોકડાઉન થયા બાદ પ્રારંભિક તબક્કામાં 700 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીના બાળકો પર છેલ્લા ત્રણ વર્ષથી નજર રાખવામાં આવી રહી હતી. આ બાળકોની જોવાની ક્ષમતાનું સમયાંતરે વિશ્લેષણ કરવામાં આવતું હતું. તેમની જીવનશૈલી, આઉટડોર પ્રવૃત્તિ અને સ્ક્રીન પર વિતાવેલા સમય પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી હતી.

જાન્યુઆરીથી ઓગસ્ટ 2020 સુધી જાણવા મળ્યું કે પાંચમાંથી એક બાળક માયોપિયાનો શિકાર બન્યો હતો. આ બાળકોએ પોતાનો મોટાભાગનો સમય લોકડાઉનને કારણે ઘરે વિતાવ્યો હતો. આ બાળકોની આંખો એક વર્ષમાં ઘણી વાર તપાસવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું છે કે છ વર્ષના ૨૮ ટકા બાળકો માયોપિયાથી પીડાય છે, જ્યારે ૫ વર્ષના ૨૭ ટકા બાળકોમાં આંખની દૃષ્ટિની ખામીઓ હતી. આ ઉપરાંત 8 વર્ષના 26 ટકા લોકોએ પણ કોવિડ દરમિયાન આ રોગ સામે સંઘર્ષ કર્યો હતો.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

આ ગણેશ ચતુર્થી પર, ગણપતિ બાપ્પાને સાબુદાણાના મોદક ધરાવો. જાણો તેની રેસીપી.

રોજ ભક્તો ઘરે બિરાજમાન બાપ્પાને અવનવો થાળ ધરાવે છે. જો તમે પણ આ પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશને...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img