24.5 C
Rajkot
Saturday, October 23, 2021

મોંધી પ્રોડક્ટ નહીં પણ દાદીમાના આ નુષ્ખાથી કરો વાળને મજબૂત અને મોટા.

Must Read
spot_img

જો તમારી દાદી દર અઠવાડિયે તમારા વાળમાં તેલની માલિશ કરે અને તમારા વાળ બાંધે તો તમને તમારું બાળપણ યાદ આવી જાય. આ માટે તેનો આભાર માનવો જોઈએ કારણ કે તેનાથી કેમિકલ્સ યુક્ત પ્રોડક્ટથી દૂર રહી વાળની કાળજી રાખતા હતા, આવા નુકસાનને દૂર રાખવા માટે દૈનિક રૂટિનમાં તમારા વાળમાં તેલની માલિશ કરવાની ટેવ પાડી જ હશે. તો ચાલો જોઈએ આવા જ કેટલાક દાદીમાના નુષ્ખા અંગે જે હજી પણ તંદુરસ્ત અને ચમકતા વાળ માટે કામ કરે છે.

1: વાળને મજબૂત કરવા આમળાનો ઉપયોગ કરો.

સામગ્રી
આમળા – 1 નંગ
નાળિયેર તેલ – 1 મોટી ચમચી

બનાવવાની અને લગાવવાની રીત જાણો.

પહેલાં આમળાને છીણીને તેનો રસ કાઢો.
આ માટે ઝીણી ચાળણી અથવા કપડાનો ટુકડો વાપરો અને તમારા હાથની મદદથી રસ નિચોવો.
ત્યારબાદ આમળાના રસમાં 1 મોટી ચમચી નાળિયેર તેલ ઉમેરો.
બંને ઘટકોને કાંટા ચમચી દ્વારા સારી રીતે મિક્સ કરો.
તૈયાર છે તમારું આમળાનું તેલ.
તમારા માથાના સ્કાલ્પ અને વાળને તેલથી મસાજ કરો અને 1-2 કલાક માટે છોડી દો, પછી તેને માઇલ્ડ શેમ્પૂથી ધોઈ લો.

ફાયદાઓ
આયુર્વેદિક દવા અનુસાર આમળામાં એસ્ટ્રીન્જન્ટ ગુણ હોય છે જે સ્કેલ્પ માટે ફાયદાકારક હોય છે. તે વિટામિન સીનો સારો સ્ત્રોત છે જે ફ્લેવોનોઇડ્સ અને પોલિફિનોલ્સ તરીકે ઓળખાય છે અને કુદરતી રીતે તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ જોવા મળે છે. જો વાળની સંભાળ માટે ઉપયોગમાં લેવામાં આવે તો આમળાનું હેર ઓઇલ વાળને મજબૂત બનાવે છે.

નિષ્ણાતો કહે છે કે આમળાનું તેલ વાળના તંદુરસ્ત વિકાસમાં મદદ કરે છે, ખોડાને ઘટાડે છે અને વાળ અકાળે સફેદ થવાથી અટકાવે છે. તેમજ આમળાનું તેલ નિયમિત પણે લગાવવાથી વાળની અન્ય સામાન્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

તહેવારમાં સ્ટાઇલિશ દેખાવા માટે આ એસેસરીઝને શરારા સૂટ સાથે કરો ટ્રાય.

આજકાલ શરારા સૂટ ખૂબ ટ્રેન્ડમાં છે. તમે તેને પાર્ટીથી લઈને વેડિંગ ફંક્શન સુધી સરળતાથી લઈ જઈ શકો છો. કારણ...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img