21 C
Rajkot
Tuesday, November 30, 2021

BCCI એ કરી મોટી જાહેરાત, ઓલિમ્પિક એથ્લીટ્સને તાલીમ માટે 10 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્ણય.

Must Read
spot_img

ઓલિમ્પિકમાં ભાગ લેનારા દેશના ખેલાડીઓ રમતોના મહાકુંભમાં વધુ સારું પ્રદર્શન કરે તેવી ઈચ્છા ભારતીય ક્રિકેટ બોર્ડ ધરાવે છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ટોચની કાઉન્સિલની બેઠકમાં ઓલિમ્પિક એથ્લીટ્સને ભારત તરફથી શક્ય તમામ સહાયની જાહેરાત કરી છે. આ બેઠક દરમિયાન ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થયેલા દેશના એથ્લીટ્સની તૈયારીઓ અને તાલીમ માટે 10 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ ખેલાડી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા છે. 23 જુલાઈ, 2021થી 8 ઓગસ્ટ, 2021 વચ્ચે જાપાનના ટોક્યોમાં સમર ઓલિમ્પિક ગેમ્સ યોજાવાની દરખાસ્ત છે.

બોર્ડના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) હંમેશા ઓલિમ્પિક રમતોના વિકાસમાં મદદ કરવામાં વિશ્વાસ ધરાવે છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ પહેલી વાર નથી જ્યારે બોર્ડ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીને આટલી મોટી રકમનું દાન કરી રહ્યું હોય. ભારતીય ક્રિકેટ બોર્ડ રમતોત્સવના આ મહાકુંભમાં ભાગ લેનારા દેશના રમતવીરોને શક્ય તમામ મદદ કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને બોર્ડે 10 કરોડ રૂપિયાનું દાન કરવાની જાહેરાત કરી છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

હિંદ મહાસાગરઃ ભારત, શ્રીલંકા, માલદીવ વચ્ચે ‘મિત્રતા’નો અભ્યાસ, ત્રણેય દેશોના કોસ્ટ ગાર્ડ 15મી વખત મળ્યા.

ભારત, શ્રીલંકા અને માલદીવના કોસ્ટ ગાર્ડ્સે સાથે મળીને હિંદ મહાસાગરમાં બે દિવસીય સંયુક્ત દરિયાઈ લશ્કરી કવાયત 'દોસ્તી' હાથ ધરી...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img