28 C
Rajkot
Friday, September 17, 2021

આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ: પાકિસ્તાન સરહદને અડીને આવેલા પઠાણકોટમાં ક્રેશ થયું,પાયલોટ સહિત ત્રણ સૈનિકો ગુમ!

Must Read
spot_img

પંજાબની પાકિસ્તાન સરહદને અડીને આવેલા પઠાણકોટના રણજીત સાગર ડેમ વિસ્તારમાં મંગળવારે સવારે લગભગ 10:30 વાગ્યે આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પાયલોટ સહિત લશ્કરના ત્રણ જવાનો, ગુમ થયા છે. હેલિકોપ્ટરનો કેટલોક કાટમાળ ડેમમાં તરતો જોવા મળ્યો હતો, પરંતુ પાયલોટ અને અન્ય જવાનોના ઠેકાણા શોધી શકાયા નથી.

NDRF ની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. સેનાની 254 એવિએશન સ્ક્વોડ્રોનના આ હેલિકોપ્ટરે મામુન કેન્ટથી ઉડાન ભરી હતી. તે ખૂબ જ ઓછી ઉંચાઈ પર ઉડયુ હતું. અચાનક તેનું સંતુલન ખોરવાયું અને તે ડેમમાં પડ્યું, NDRF ની સાથે પોલીસ અને વહીવટી સ્ટાફ સહીત સેનાના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

હેલિકોપ્ટર દુર્ઘટના મંગળવારે સવારે 10:20 વાગ્યે બની હતી. સેનાના એવન સ્ક્વોડ્રોનનું હેલિકોપ્ટર મામુન કેન્ટમાંથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર રણજીત સાગર ડેમની ખૂબ નજીક હતું. આ દરમિયાન તે ડુંગર સાથે અથડાયુ અને સીધુ ડેમમાં ગયો. NDRF ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. હેલિકોપ્ટરને બચાવવાના પ્રયાસો ચાલુ છે. પાયલોટની શોધ કરવામાં આવી રહી છે. લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર તેમનું ધ્યાન રાહત અને બચાવ કાર્ય પર છે. અકસ્માત કેવી રીતે અને કેમ થયો તેની તપાસ ત્યાર બાદ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, પંજાબમાં આ વર્ષે મે મહિનામાં ભારતીય વાયુસેનાનું મિગ -21 ક્રેશ થઈ ગયું હતું. જેમાં પાયલોટનું મોત થયું હતું. આ અકસ્માત મોગા શહેરથી લગભગ 28 કિલોમીટર દૂર બાગપુરાણાથી મુડકી રોડ પર લંગેયાણા નવાન ગામ નજીક થયો હતો. વિમાન અડધી રાત્રે ખાલી પ્લોટમાં પડી ગયું હતું. જહાજ પડતાની સાથે જ ચારે બાજુ આગ ફેલાઈ ગઈ હતી. તે દરમિયાન વિમાન રેગ્યુલર ટ્રેનિંગ ઉપર હતું.

વિમાનના પાયલટે પેરાશૂટ વડે કૂદકો મારીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જમ્પ લેતી વખતે પાયલોટનું મૃત્યુ થયું હતું. આ પહેલા નવાશહરમાં પણ આર્મીનું એક પ્લેન ક્રેશ થયું હતું. જો કે, તેમાં સવાર અન્ય લોકો બચી ગયા હતા.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

આ ગણેશ ચતુર્થી પર, ગણપતિ બાપ્પાને સાબુદાણાના મોદક ધરાવો. જાણો તેની રેસીપી.

રોજ ભક્તો ઘરે બિરાજમાન બાપ્પાને અવનવો થાળ ધરાવે છે. જો તમે પણ આ પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશને...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img