32 C
Rajkot
Thursday, August 5, 2021

વિરાટ કોહલીની જેમ અનુષ્કા શર્મા ક્રિકેટ રમતી જોવા મળશે ? જાણો શું છે સમગ્ર મામલો.

Must Read
spot_img

મહિલા ક્રિકેટમાં 300થી વધુ વિકેટ ઝડપનાર વિશ્વની એકમાત્ર ક્રિકેટર ઝુલન ગોસ્વામીની કહાની હવે રૂપેરી પડદે આવવાની છે. બોલિવૂડની સુંદર અભિનેત્રી અનુષ્કા શર્માના પતિ અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પહેલેથી જ ક્રિકેટ રમે છે પરંતુ હવે અનુષ્કા શર્મા પણ ક્રિકેટ રમતી જોવા મળશે. અહેવાલો અનુસાર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઝુલન તરીકે જોવા મળશે. બોલિવૂડ હંગામાના અહેવાલો અનુસાર ઝુલન ગોસ્વામીનીની બાયોપિકનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરથી શરૂ થઈ શકે છે. જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણી વાર એવા અહેવાલો આવ્યા છે કે અનુષ્કા મોટા પડદા પર ઝુલન ગોસ્વામીની ભૂમિકા ભજવશે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અનુષ્કા શર્મા છેલ્લે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળી હતી. ઝીરોને બોક્સ ઓફિસ પર ખાસ સફળતા મળી ન હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરના ભૂતકાળમાં બોલિવૂડમાં ક્રિકેટ પર ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. રણવીર સિંહની 83, શાહિદ કપૂરની જર્સી અને મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિકમાં તાપસી પન્નુ જોવા મળશે. આ પહેલા પણ ક્રિકેટ પર બોલિવૂડની ઘણી ફિલ્મો બની ચૂકી છે. જેમાં ક્રિકેટર સચિન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિકનો સમાવેશ થાય છે. અનુષ્કા અને કેપ્ટન વિરાટ કોહલીની અંગત જિંદગીની વાત કરીએ તો બંને 2013થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા પરંતુ બંનેએ લગ્ન પહેલા તેમના સંબંધો અંગે ખુલાસો કર્યો ન હતો. વિરાટ-અનુષ્કાએ 11 ડિસેમ્બર, 2017ના રોજ લગ્ન કર્યા હતા. બંને તાજેતરમાં માતાપિતા બન્યા છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img