30 C
Rajkot
Thursday, August 5, 2021

સોનુ સૂદનું વધુ એક સરાહનીય કાર્ય, ઓનલાઇન કલાસમાં નેટવર્કની પડતી હાલાકી દૂર કરવા મોબાઇલ ટાવર સ્થાપિત કરશે.

Must Read
spot_img

સોનુ સૂદ ગરીબ, જરૂરિયાતમંદ બાળકોને હંમેશાં મદદ કરવા તત્પર રહે છે. બધાને શક્ય તમામ મદદ કરવાનો પ્રયાસ કરે છે. સોનુ સૂદે ઓનલાઇન વર્ગોમાં પડતી મુશ્કેલી દૂર કરવા માટેનો મોટો નિર્ણય લીધો છે. સોનૂ સૂદે સોશિયલ મીડિયા દ્વારા આ ખુલાસો કર્યો હતો, ટ્વિટ દ્વારા માહિતી આપી હતી. વાસ્તવમાં ઉત્તર કેરળના વાયનાડમાં મોબાઇલ નેટવર્કની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે ત્યાંના ઘણા બાળકોને ઓનલાઇન ક્લાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. બાળકોને પડતી આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સોનુ સૂદે વાયનાડમાં મોબાઇલ નેટવર્ક સ્થાપવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે સોનુ સૂદનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સોનુ સુદના ઘરમાં ‘જનતા દરબાર’ થવા લાગ્યો છે. મૂળ વાત એ છે કે લોકો તેમની રોજિંદી મુશ્કેલીઓ સાથે તેમના ઘરની બહાર ઉભા રહે છે. સોનુ સૂદ લોકોની આ સમસ્યાઓ એક પછી એક સાંભળે છે અને તેમને દૂર કરવાની ખાતરી પણ આપે છે. તાજેતરમાં જ તેના ઘરની બહાર લોકોનું ટોળું જોવા મળ્યું હતું. આ દરમિયાન સોનુ સૂદે તમામ લોકોની સમસ્યાઓ સાંભળી હતી. આવી જ રીતે સોનુ લોકોની મદદ કરવા હમેંશા તત્પર રહે છે. અને લોકોમાં મસીહા બનીને ઉભરી આવ્યો છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

બ્રિટને ભારતના મુસાફરોને, ‘લાલ’ સૂચિમાંથી હટાવ્યા,તેથી હવે 10 દિવસ સુધી હોટલોમાં અલગ નહીં રહેવુ પડે!

ભારતમાંથી સંપૂર્ણપણે વેક્સીનેટ થયેલ પ્રવાસીઓને હવે બ્રિટનમાં 10 દિવસ હોટેલમાં ક્વોરેન્ટાઇન રેહવાની જરૂર નથી. આ જ કારણ છે કે...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img