32 C
Rajkot
Thursday, August 5, 2021

આજી-ન્યારી ડેમમાં શેવાળનો ઉપદ્રવ વધ્યો,ભૂજથી 4 લાખ ગ્રાસ કાર્પ માછલીના બચ્ચાં મંગાવ્યા

Must Read
spot_img

રાજકોટમાં વધુ પડતી ગરમી અને અસહ્ય બફારાના કારણે જળાશયોમાં શેવાળ જામી જવાની ફરિયાદ ઉઠી છે. ખાસ કરી રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં ન્યારી ડેમમાં મહિનાઓથી પાણી પડતર છે તેના પગલે લીલ-શેવાળનો ઉપદ્રવ વધી જતા અને પાણી ક્રીસ્ટલ ક્લીયરને બદલે ફિલ્ટરેશન પછી પણ આંશિક રંગીન રહેતા લોકોની ફરિયાદોના પગલે મનપા તંત્રએ વધુ એક વાર આજી અને ન્યારી જળાશયોમાં 2 લાખ ગ્રાસ કાર્પ માછલી ઠાલવી છે.આ અંગે મનપાના કેમીસ્ટ અજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, ન્યારી ડેમમાં જળસંગ્રહ હોવાથી લીલનું પ્રમાણ હાલ વધી ગયું છે, જેના કારણે ડેમમાંથી પમ્પ કરાતા પાણીમાં લીલા રંગની ઝાંય પડતી દેખાય છે. આ પાણી ક્લોરીનેશન કરાયા બાદ તે પીવાલાયક બની જતું હોય છે પરંતુ તેનો રંગ આછા પીળાશ પડતો જણાય છે. આ સમસ્યા નિવારણ માટે ભૂજના રાયધનપૂરથી 4 લાખ ગ્રાસકાર્પ માછલીના બચ્ચા મંગાવીને રાજકોટના આજી અને ન્યારી ડેમમાં 4 લાખ નાંખવામાં આવ્યા છે.

આ માછલીનો મુખ્ય ખોરાક લીલ છે અને તેથી લીલની સમસ્યાનો તે કુદરતી ઉપાય ગણાય છે. રાજકોટ લવાયેલી માછલી બ્રીડીંગ સેન્ટરમાં ઉછેરીને સ્ટરાઈલ થયેલી હોવાથી રાજકોટના જળાશયોમાં તે પ્રજોત્પતિ કરીને વસ્તી વધારી શકતી નથી. પાંચ-સાત વર્ષનું આયુષ્ય ધરાવતી આ સીલ્વર રંગની માછલી માત્ર મનુષ્યની ટચલી આંગળીના કદ જેટલી આશરે બે ઈંચની છે પરંતુ, તે તેના વજન કરતા બમણાંથી ત્રણ ગણો ખોરાક લે છે અને સ્થાનિક જળાશયોમાં તે દોઢ-બે ફૂટ સુધી મોટી થાય છે. વિશ્વમાં તેની મહત્તમ લંબાઈ 6.6 ફૂટની નોંધાયેલી છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img