24.5 C
Rajkot
Saturday, October 23, 2021

આબુરોડ ટ્રાફિક પોલીસ કર્મીએ ગુજરાતના પેસેન્જરો સાથે કર્યું ગેરવર્તન

Must Read
spot_img

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલ છે. અને શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે માઇભક્તોમાં અંબાના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે શનિ અને રવિવારે મોટી સંખ્યામાં માઇભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે. અને માં અંબાના દર્શન કરીને આબુ ફરવા જતા હોય છે. અને માઉન્ટ આબુ અને આબુરોડ ખાતે પેસેન્જરોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે ત્યારે આબુરોડ ટ્રાફિક પોલીસ કર્મીએ સિદ્ધપુરના યાત્રિક સાથે આબુરોડ ખાતે ગેરવર્તન કર્યું અને પોલીસ કર્મીએ પેસેન્જરને કીધું કે એક લાત મારીસ તો ત્યાં જઈને પડીસ અને મળતી માહિતી મુજબ આ પોલીસ કર્મી પેસેન્જરોને ગાળો પણ બોલે છે. આ પોલીસ કર્મી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના પેસેન્જરો સાથે કરે છે ગેરવર્તન .ટ્રાફિકના નિયમો ફોલો ના કરે તો તેને દંડ ફટકારવામાંઆવે છે. પરંતુ આ પોલીસ કર્મી તો ભલે રૂલશ ફોલો કરો કે ના કરો એક સમાન છે.


ગુજરાત કરતા રાજસ્થાન પોલીસ ખુબ કડક અને શિસ્ત વાળી હોય છે.ક્યારેક શિસ્ત વાળી પોલીસમાં કેટલાક પોલીસ કર્મીઓના કારણે સમગ્ર પોલીસ બદનામ થાય છે.

શું પોલીસ વર્ધિમાં કોઈપણને ગાળો બોલી શકે ??
શું પોલીસ કર્મી લાતો મારીસ તો ત્યાં જઈને પડીસ આવું જનતાને કહી શકે?? કે પછી પેસેન્જરોને ડરાવી ધમકાવીને ગાળો બોલીને નાણાં પડાવવા માટે કરે છે આ પોલીસ કર્મી ??
આ પોલીસ કર્મી પર ઉચ્ચ અધિકારીઓ ઘટતા પગલાં લે તેવી ગુજરાતના પેસેન્જરોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

તહેવારમાં સ્ટાઇલિશ દેખાવા માટે આ એસેસરીઝને શરારા સૂટ સાથે કરો ટ્રાય.

આજકાલ શરારા સૂટ ખૂબ ટ્રેન્ડમાં છે. તમે તેને પાર્ટીથી લઈને વેડિંગ ફંક્શન સુધી સરળતાથી લઈ જઈ શકો છો. કારણ...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img