30 C
Rajkot
Thursday, August 5, 2021

બેંકિંગ છેતરપિંડી કરનાર આ 11 એપ્લિકેશનોની ઓળખ થઇ, જણાવેલ એપને ફોનમાંથી તાત્કાલિક ડિલીટ કરો.

Must Read
spot_img

ગૂગલ પ્લે સ્ટોર પર ખતરનાક એન્ડ્રોઇડ એપ્લિકેશનોને ઓળખવામાં આવી છે. આ એપ્લિકેશનો માલવેરથી સંક્રમિત છે, જે તમને નુકસાન પહોંચાડી શકે છે. સાયબર સિક્યોરિટી રિસર્ચર Zscaler ની ThreatLabz ના અહેવાલમાં મંગળવારે કહેવામાં આવ્યું હતું કે તાજેતરમાં કુલ ૧૧ એપ્લિકેશનોની ઓળખ કરવામાં આવી છે જે બેંકિંગ છેતરપિંડીની ઘટનાઓ માટે જવાબદાર છે. આ એપ્લિકેશનો નિયમિત અંતરે ઓફિશ્યલ એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ એપ્સને અત્યાર સુધીમાં 30,000થી વધુ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જો તમારા ફોનમાં આ એપ્લિકેશન હોય, તો તેને તાત્કાલિક અનઇન્સ્ટોલ કરો.

બેંકિંગ છેતરપિંડી માટે જોકર માલેવેર જવાબદાર

Zdnet.com અહેવાલ આપ્યો હતો કે, જોકર માલવેર ખાસ કરીને એન્ડ્રોઇડ ઉપકરણો પર હુમલો કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલું એક પ્રખ્યાત વેરિએન્ટ છે. જોકર માલવેર મેસેજ અને એસએમએસ દ્વારા જાસૂસી, માહિતી ચોરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જોકર માલવેરથી સંક્રમિત મોબાઇલમાંથી બેંકિંગ છેતરપિંડી કરવામાં આવે છે. તેમજ તમામ નોટિફિકેશન માટેની પરવાનગી જોકર એન્ડ્રોઇડ એલર્ટ સિસ્ટમ દ્વારા મેળવવામાં આવે છે. ટ્રાન્સલેટ ફ્રી, પીડીએપ કન્વર્ટર સ્કેનર, Delux કીબોર્ડ દ્વારા, જોકર માલવેર ફોન સુધી પહોંચે છે.

ફોનમાંથી આ એપ્લિકેશનોને તાત્કાલિક અનઇન્સ્ટોલ કરો.

Free Affluent Message
PDF Photo Scanner
delux Keyboard
Comply QR Scanner
PDF Converter Scanner
Font Style Keyboard
Translate Free
Saying Message
Private Message
Read Scanner
Print Scanner

આ ડિવાઈઝ પર સૌથી વધુ હુમલાઓ

જણાવી દઈએ કે છેલ્લા બેથી અઢી મહિનામાં લગભગ ૫૦ જોકર માલવેરની ઓળખ થઈ છે. આમાં યુટીલીટી, આરોગ્ય જેવી કેટેગરીનો સમાવેશ થાય છે. તેમાંથી 41.2 ટકા ટૂલ્સ કેટેગરી આધારિત ડિવાઇસમાં સૌથી વધુ જોકર આધારિત માલવેરનો એટેક થયો છે. જ્યારે વ્યક્તિગત ઉપકરણો પર 21.6% હુમલા થયા છે. જ્યારે 27.5 ટકા સાયબર હુમલા કોમ્યુનિકેશન ડિવાઇસ પર, 7.8 ટકા ફોટોગ્રાફિક ડિવાઇસ પર અને સૌથી ઓછા 2 ટકા હેલ્થ અને ફિટનેસ પર કરવામાં આવ્યા છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

બ્રિટને ભારતના મુસાફરોને, ‘લાલ’ સૂચિમાંથી હટાવ્યા,તેથી હવે 10 દિવસ સુધી હોટલોમાં અલગ નહીં રહેવુ પડે!

ભારતમાંથી સંપૂર્ણપણે વેક્સીનેટ થયેલ પ્રવાસીઓને હવે બ્રિટનમાં 10 દિવસ હોટેલમાં ક્વોરેન્ટાઇન રેહવાની જરૂર નથી. આ જ કારણ છે કે...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img